પાલનપુરના કાણોદર નજીક ટ્રક અને આઇશર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતાં એક યુવક ઘવાયો

- Advertisement -
Share

 

પાલનપુર તાલુકાના કાણોદર હાઇવે પર રવિવારે વહેલી સવારે ટ્રક અને આઇશર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જ્યાં એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

 

 

લાખણી તાલુકાનો એક આઇશર ટ્રક રાઇ ભરીને વિસનગર તરફ જતું હતું. તે દરમિયાન કાણોદર નજીક પંચર પડતાં તે અમદાવાદ હાઇવે તરફ સાઇડમાં મૂકેલ હતું.

 

તે દરમિયાન રવિવારે વહેલી સવારે 4 વાગ્યાના સુમારે એક ટ્રક પાલનપુરથી અમદાવાદ તરફ જઇ રહ્યો હતો. તે દરમિયાન ચાલકને સાઇડમાં ઉભેલ આઇશર ટ્રક ન દેખાતાં અકસ્માત સર્જાયો હતો.

 

જ્યાં ટ્રક અથડાતાં આઇશરમાં ભરેલ રાઇની બોરીઓ નીચે પડી હતી અને હાઇવે પર રાઇ વેરાઇ હતી. જો કે, ટ્રકના ડ્રાઇવરના પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

 

જ્યારે આઇશર ટ્રક સાથે આવેલ લોકોને સામાન્ય ઇજાઓ થતાં 108 વાન મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!