છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ દેડીયાપાડા તાલુકામાં 47 MM વરસાદ નોંધાયો

- Advertisement -
Share

છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ દેડીયાપાડા તાલુકામાં-૪૭ મિ.મિ. અને સૌથી ઓછો ગરૂડેશ્વર તાલુકામાં-૧૬ મિ.મિ. વરસાદ નોંધાયો. મોસમના કુલ વરસાદમાં–૧૮૮૧ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનું સ્થાન દેડીયાપાડા તાલુકાએ જાળવી રાખ્યું છે. નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ – ૧૪૭૨ મિ.મિ.વરસાદ નોંધાયો છે.

 નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ દેડીયાપાડા તાલુકામાં-૪૭ મિ.મિ. અને સૌથી ઓછો ગરૂડેશ્વર તાલુકામાં-૧૬ મિ.મિ. વરસાદ નોંધાયો છે. તદઉપરાંત તિલકવાડા તાલુકામાં-૨૪ મિ.મિ., સાગબારા તાલુકમાં-૨૦ મિ.મિ. અને નાંદોદ તાલુકામાં-૧૭ મિ.મિ. વરસાદ નોંધાયો છે. નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ-૧૪૭૨ મિ.મિ. વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.
જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૧૮૮૧ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાના સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો-૧૬૨૧ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, તિલકવાડા તાલુકો-૧૪૧૨ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, નાંદોદ તાલુકો-૧૨૬૨ મિ.મિ. સાથે ચોથા ક્રમે અને ગરૂડેશ્વર તાલુકો-૧૧૮૨ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.
જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ-૧૩૫.૨૫ મીટર, કરજણ ડેમ-૧૦૯.૪૮ મીટર, નાના કાકડીઆંબા ડેમ-૧૮૭.૬૦ મીટર અને ચોપડવાવ ડેમ-૧૮૭.૫૦ મીટરની સપાટીએ છે. નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૨૫.૨૦ મીટરની સપાટીએ હોવાના અહેવાલ પણ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!