ડીસામાં રોટરી કલબ દ્વારા ત્રણ લોક ઉપયોગી પ્રોજેકટનું લોકાર્પણ કરાયું

- Advertisement -
Share

ડીસામાં સતત સેવાકીય પ્રવૃત્તિ દ્વારા સમાજમાં અનેરૂ સ્થાન પ્રાપ્ત કરનાર રોટરી ક્લબ ડીસા અનેક સેવાકીય પ્રવૃતિ દ્વારા સમાજના જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થાય છે. જેમાં શિક્ષણ, તબીબી સેવા તેમજ શૈક્ષણિક પ્રવૃતિ થકી સમાજના ઉત્થાન માટે હમેશા અગ્રેસર રહે છે. ત્યારે રોટરી કલબ ડીસા દ્વારા એક સાથે ત્રણ લોક ઉપયોગી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા અને તેનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.

[google_ad]

ગઢ પ્રાથમિક શાળામાં હેન્ડ વોસ યુનિટ શરૂ કરવામાં આવ્યું હતું અને તેના સ્પોન્સર તરીકે ડૉ. કિશોરભાઈ આસનાની તેમજ ગુલાલપુરા પ્રાથમિક શાળામાં બોસ યુનિટ જેના પ્રોજેક્ટ ચેરમેન તરીકે રવિભાઈ ત્રિવેદી અને કેયુરભાઈ ઠક્કર તથા કૂંપટ પ્રાથમિક શાળા ખાતે હેપી સ્કૂલનું ઉદ્ઘાટન ડિસ્ટ્રિક્ટ ચેરમેન નિગમભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.

 

[google_ad]

 

આ પ્રસંગે રોટરી ક્લબ ડીસાના પ્રમુખ રાજેશભાઈ ઠક્કર, સેક્રેટરી ડો. તુષારભાઈ પટેલ, વિક્રમભાઈ ઠક્કર, આસિસ્ટન્ટ ગવર્નર પ્રવીણભાઈ વ્યાસ, ડો. ચંપકભાઇ ઝાલમોરા, ડો. કિશોરભાઈ આસનાની, નટુભાઈ પટેલ, શાંતિભાઈ ઠક્કર ડો. પ્રવીણભાઈ ઠક્કર, મનોજભાઈ ત્રિવેદી, રાજુભાઇ ઠક્કર સહિતના રોટેરિયન મિત્રો હાજર રહ્યા હતા. આ પ્રસંગે આશીર્વચન ડો. નવીનકાકા દ્વારા આપવામાં આવ્યા હતા.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!