પાટા પર સિક્કો ફસાવીને રેડ સિગ્નલ ઓન કરી ટ્રેન લૂંટતા આરોપીઓ ઝડપાયા : 4 રાજ્યમાં 6 ગુના કબૂલ્યા

- Advertisement -
Share

મોડી રાત્રે એક્સપ્રેસ ટ્રેનમાં લૂંટ કરતી ગેંગને ઈન્દોર GDPએ પકડી પાડી છે. પોલીસે આ અંગે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનની લાંબા રૂટની ટ્રેનમાં લૂંટ કરતા હતા. આરોપી પાસેથી 500 ગ્રામ સોનું અને અન્ય સામાન મળ્યો છે. પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આરોપી 5 રૂપિયાના સિક્કાની સહાયતાથી ટ્રેનને રોકી લૂંટ કરતા હતા.

[google_ad]

19 જૂને અવંતિકા એક્સપ્રેસના CCTV કેમેરામાં આરોપીઓ કેદ થયા હતા

 

 

GRP, ASP રાકેશ ખાકા પ્રમાણે આરોપી માત્ર લોન્ગ ડિસ્ટન્સ અને દક્ષિણ ભારત સુધી જતી ટ્રેનોને નિશાન બનાવતા હતા. ASPના જણાવ્યા પ્રમાણે દરેક રેલવે ક્રોસિંગ પર આવેલા ટ્રેક્સ પર બેરિકેડ હોય છે. અહીંયા લોખંડનો સળિયો અથવા 5 રૂપિયાનો સિક્કો નાંખવામાં આવે તો સિગ્નલ RED થઈ જાય છે. હાઈવે નજીક જ્યાં રેલવે ક્રોસિંગ પર ગાર્ડ અથવા કર્મચારી હોતા નથી, ત્યાં આરોપીની ગેંગ પહોંચી જાય છે. ત્યારપછી રેડ સિગ્નલ કરીને ગાડીને રોકે છે. જ્યાં સુધી સિગ્નલ ગ્રીન ના થાય ત્યાં સુધીમાં તો આ ગેંગ લૂંટફાટ કરીને ફરાર થઈ જાય છે.

 

[google_ad]

અહીંયા સિક્કો ફસાવીને આરોપીઓ રેડ સિગ્નલ ઓન કરી દેતા હતા.

ઉપર દર્શાવેલા ફોટોમાં રેલ્વે ટ્રેકની નજીક બ્લોક્સ છે. અહીં કોઈ સળિયો અથવા સિક્કો દાખલ થતાંની સાથે જ સિગ્નલ લાલ થઈ જશે. ખાસ વાત એ છે કે આ માહિતી ફક્ત રેલ્વેના તકનીકી વ્યક્તિને જ ઉપલબ્ધ છે. આરોપીઓએ અત્યારસુધી માઉન્ટ આબુ, ભરૂચ, વાપી, ઓરંગાબાદ, મક્સી અને કોટામાં લૂંટ કરી છે.

 

[google_ad]

 

રેલ્વે સ્ટેશનના પહેલા ટ્રેક પર એક સર્કિટ હોય છે જેને ટ્રેક સર્કિટ કહેવામાં આવે છે. આ સિગ્નલિંગ માટે હોય છે. આનું મુખ્ય કાર્ય રેલવે ટ્રેક પર કોઈ વિઘ્ન નથી અને ટ્રેક સેફ છે તે ચકાસવાનું છે. જો ટ્રેક સેફ હોય તો સિગ્નલ ગ્રીન થઈ જાય છે અને જો ફોલ્ટ હશે તો રેડ થઈ જાય છે. જો સિગ્નલ રેડ થાય તો ડ્રાઇવર તાત્કાલિક ધોરણે ટ્રેન રોકી દે છે. આ ઘટના પછી ફરીથી ટ્રેનની સફર શરૂ કરવા માટે 15થી 20 મિનિટનો સમય લાગે છે.

 

[google_ad]

 

આ ગેંગ રેલવે ટ્રેકમાં 5 રૂપિયાનો સિક્કો ફસાવી દેતા હતા અને રેડ સિગ્નલ મળે ત્યારે લૂંટફાટ કરીને ફરાર થઈ જતી હતી.

[google_ad]

ટ્રેનોને લૂંટતી ગેંગના 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

 

ફાસ્ટેગના માધ્યમથી રેલવે પોલીસે એ વ્યક્તિનો મોબાઇલ નંબર ટ્રેક કર્યો, જે નંબર પર ફાસ્ટેગ રજિસ્ટર્ડ હતું. આ વ્યક્તિનું નામ દીપક હતું અને તે હરિયાણાનો હતો. દીપક ગાડી ચલાવતો હતો. વળીં, અન્ય સાથી સોની વાલ્મીકિ, રાહુલ વાલ્મીકિ અને છોટૂ ટ્રેનોમાં ચઢીને લૂંટ કરતા હતા. આ તમામ આરોપીની ધરપકડ હરિયાણાથી કરાઈ હતી.

[google_ad]

પહેલી ઘટના 18 જૂન માઉન્ટ આબુ રાજસ્થાન
બીજી ઘટના 19 જૂન ભરૂચ ગુજરાત
ત્રીજી ઘટના 20 જૂન વાપી ગુજરાત
ચોથી ઘટના 25 જૂન નંદૂરબાર મહારાષ્ટ્ર
પાંચમી ઘટના 26 જૂન મક્સી મધ્ય પ્રદેશ
છઠ્ઠી ઘટના 27 જૂન કોટા રાજસ્થાન

 

આરોપી પાસેથી જપ્ત કરેલી કાર

 

જૂનમાં આરોપીઓએ 7 ટ્રેનોને લૂંટી હતી. જેમાં 18 જૂને બીકાનેર-દાદર રણપુર એક્સપ્રેસમાં આબૂ પાસે, 19 જૂને અવંતિકા એક્સ. તથા અજમેર-મૈસૂર એક્સ.માં ભરૂચ (ગુજરાત)ની પાસે, 20 જૂને બાંદ્રા-ભુજ એક્સ.માં વાપી (ગુજરાત) પાસે, 25 જૂને પોરબંદર- હાવડા એક્સ. નંદુરબાર (મહારાષ્ટ્ર) પાસે, 26 જૂને મધ્ય પ્રદેશના મક્સી પાસે જયપુર-હૈદરાબાદ એક્સ. તથા 27 જૂને જયપુર-સિકંદરાબાદ એક્સપ્રેસમાં ક્વોટા પાસે લૂંટની ઘટના સામે આવી હતી.

 

[google_ad]

 

 

From – Banaskantha Update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!