પાલનપુરમાં બસ પોર્ટ પાર્કીંગમાં રૂ. 10 નો ચાર્જ વસૂલતાં વિદ્યાર્થીઓમાં આક્રોશ ભભૂક્યો

- Advertisement -
Share

વિદ્યાર્થીઓએ તમામે એસ.ટી. બસ પોર્ટની ઓફીસમાં પણ જઇને રજૂઆત કરી હતી

 

પાલનપુર ન્યુ એસ.ટી. બસ પોર્ટમાં રાતોરાત પાર્કીંગ ફી વસૂલવાની શરૂઆત થતાં જ પ્રથમ દિવસે બસ પોર્ટની રીડીંગ લાઇબ્રેરીઓમાં વાંચન માટે આવતાં વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠયો છે.
અગાઉ બસની આગળ ટુ વ્હીલરને ટોઇંગ કરવાની ફરિયાદ હતી. જે ચૂંટણીના લીધે થોડા દિવસોથી રાહત હતી. જે બાદ હવે બસ પોર્ટની અંદર વિશાળ પાર્કીંગમાં વાહનો પાસેથી પાર્કીંગ ફ્રી વસૂલવાને લઇ આક્રોશ વ્યક્ત કરી રહ્યો છે.

 

વિદ્યાર્થીઓનું માનીએ તો બસ પોર્ટએ જાહેર જગ્યા છે. જેમાં વિદ્યાર્થીઓ માટે રાહત હોવી જોઇએ. વિદ્યાર્થીઓએ તમામે એસ.ટી. બસ પોર્ટની ઓફીસમાં પણ જઇને રજૂઆત કરી હતી.
જોકે, બસ પોર્ટના ઓફીસના સૂત્રોએ વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની કચેરી દ્વારા ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો હોવાનું જણાવ્યું હતું.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!