ડીસામાં ભણસાલી ટ્રસ્ટ સંચાલિત ગાંધી લિંકન હોસ્પિટલમાં નજીવા દરે ગરીબ દર્દીઓને મેડિકલની સારવાર પૂરી પાડવામાં આવતી હતી જોકે કોરોનાની વૈશ્વિક મહામારીના પગલે આરોગ્ય વિભાગ દ્વારા ભણસાલી હોસ્પિટલને Covid-19 હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી અને કોરોનાની મહામારી દરમિયાન આ હોસ્પિટલમાં હજારો દર્દીઓને સારવાર આપવામાં આવી હતી ત્યારે હાલમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં ઘટાડો થતાં આગામી 11 જાન્યુઆરીથી આ હોસ્પિટલને Covid-19 માંથી મુક્ત કરવામાં આવશે જેથી સામાન્ય અને ગરીબ પરિવારના દર્દીઓને ફરીથી આ હૉસ્પિટલમાં સારી મેડિકલ સારવાર મળી રહેશે.
ડીસા શહેરમાં ભણસાલી ટ્રસ્ટ સંચાલિત ગાંધી લિંકન હોસ્પિટલમાં છેલ્લા ઘણા વર્ષોથી ગરીબ દર્દીઓને નજીવા દરે મેડિકલ સારવાર પૂરી પાડવામાં આવે છે ત્યારે કોરોનાની મહામારી દરમિયાન બનાસકાંઠા જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગાંધી લિંકન હોસ્પિટલને કોવિડ 19 હોસ્પિટલ બનાવવામાં આવી હતી જેના પગલે અનેક ગરીબ દર્દીઓને ભારે મુશ્કેલી પડી હતી ત્યારે હાલમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં ઘટાડો થતા આરોગ્ય વિભાગ દ્વારા ગાંધી લિંકન હોસ્પિટલને કોવિડ 19 હોસ્પિટલ માંથી મુક્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે અને આગામી 11મી જાન્યુઆરીથી ફરીથી રાબેતા મુજબ ગાંધી લિંકન હોસ્પિટલ શરૂ થઈ જશે અને ગરીબ દર્દીઓને નજીવા દરે તમામ મેડીકલ સારવાર મળી રહેશે .
ડીસા શહેરની ગાંધી લિંકન હોસ્પિટલને કોવિડ-19 માંથી મુક્ત કરાયા બાદ કોરોનાના દર્દીઓને શહેરની જનતા હોસ્પિટલ અને હરિ મંઝિલ ખાતે કોરોનાની સારવાર અને ટેસ્ટિંગની પ્રક્રિયા કરવામાં આવશે.
From – Banaskantha Update