ડીસાની કોલેજમાં વિશ્વ કેન્સર દિવસ અંતર્ગત વ્યાખ્યાન યોજાયું

- Advertisement -
Share

 

ડીસાની ડી.એન.પી.આર્ટ્‌સ એન્ડ કોમર્સ કોલેજમાં શુક્રવારે ‘વિશ્વ કેન્સર દિન’ નિમિત્તે કેન્સરને અટકાવવા માટે જાગૃતિ માટેનું વ્યાખ્યાન યોજાયું હતું.

 

 

હેલ્થ એન્ડ હાઇજેનિક કમિટી અને રાષ્ટ્રીય સેવા યોજનાના સંયુક્ત ઉપક્રમે ડૉ. મિતલ એન. વેકરીયા અને ડૉ. તૃપ્તિ સી. પટેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

 

Advt

 

જેમાં ડૉ. મિતલ વેકરીયાએ ‘વિશ્વ કેન્સર દિવસ’ કેમ ઉજવવામાં આવે છે તે વિષય પર વાત કરતાં ૨૦૨૨ ની થીમ ‘Close the Care Gap’ અંતર્ગત કેન્સર થવાના કારણો, પ્રકારો, લક્ષણો, બચવાના ઉપાય અને સારવાર આદી પર પી.પી.ટી. ના માધ્યમથી વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપી હતી.

 

 

જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. તૃપ્તિ સી. પટેલે કર્યું હતું. આ કાર્યક્રમમાં પ્રો. મયંક દવે, પ્રો. વિશ્વાસ પ્રજાપતિ અને એન.એસ.એસ.ના સ્વયંસેવકોની સાથે સાથે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!