આ એપમાં રેશનકાર્ડ ધારકો પોતાના મોબાઇલ નંબરથી રજીસ્ટ્રેશન કરી મળવાપાત્ર અનાજનો જથ્થો અને રેશનકાર્ડની વિગતો જાણી શકશે.
બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલના હસ્તે પાલનપુરની એન.આઇ.સી. ટીમ દ્વારા તૈયાર કરાયેલ રેશનકાર્ડને લગતી સેવાઓ માટેની My Ration મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં પ્રથમવાર પાલનપુરની એન.આઇ.સી. ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલ માય રેશન મોબાઇલ એપના માધ્યમથી રેશનકાર્ડ ધારકો પોતાના મોબાઇલ નંબરથી રજીસ્ટ્રેશન કરી તેમને દર મહિને મળવાપાત્ર અનાજનો જથ્થો, રેશનકાર્ડના સભ્યોની વિગત, સસ્તા અનાજના દુકાનની માહિતી, છેલ્લા 6 માસ દરમ્યાન ઉપાડેલ જથ્થાની વિગતો વગેરે ઘેર બેઠાં જાણી શકશે.
આ એપલીકેશન એન.આઈ.સી ટીમ (National Informatics Centre, Banaskantha) દ્વારા બનાસકાંઠા કલેક્ટરની સુચના અને માર્ગદર્શનથી બનાવેલ છે. આ એપ્લીકેશન જિલ્લાની વેબસાઈટ https://banaskantha.nic.in માંથી ડાઉનલોડ કરી શકાશે.
ટુંક સમયમા આ એપ્લીકેશન ગૂગલ પ્લે સ્ટોરમાંથી પણ ડાઉનલોડ કરી શકાશે. સામાન્ય નાગરીક પોતાના મોબાઈલમાં આ એપલીકેશન નાખીને રેશનકાર્ડને લગતી તમામ વિગતો જોઈ શકશે. આ મોબાઇલ એપ સંબંધિત ફિડબેક પણ આપી શકાશે.
ડિઝીટલ પોર્ટલ (રેશનકાર્ડના ફોર્મ)- રેશનકાર્ડને લાગુ પડતા તમામ ફોર્મ અને ઓનલાઇન સર્વિસ માટે અરજી કરી શકાશે. તથા રેશનકાર્ડ સબંધીત પ્રશ્નના નિકાલ માટે અધિકારીનો સંપર્ક નંબર પણ માય રેશન મોબાઇલ એપ પર જોઇ શકાશે.
માય રેશન મોબાઇલ એપ લોન્ચ પ્રસંગે નિવાસી અધિક કલેકટરશ્રી એ. ટી. પટેલ, એન.આઇ.સી.ના ઓફિસર સર્વશ્રી નંદકિશોર ટાંક, શ્રી શિવાંશું અને શ્રી પ્રમિત પંચાલ ઉપસ્થિત રહ્યાં હતાં.
From – Banaskantha Update