ડીસામાં આધેડ તરવા જતાં ડૂબ્યો : એન.ડી.આર.એફ.ની ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી

- Advertisement -
Share

સતત 3 કલાકની શોધખોળ બાદ પણ મળી ન આવ્યા

 

ડીસા તાલુકાના વરનોડા ગામમાં પાણીથી છલોછલ ભરાયેલા તળાવમાં મંગળવારે તરવા જતાં 50 વર્ષિય આધેડ ડૂબ્યો હોવાની ઘટના સામે આવી છે.
આ બનાવને પગલે આજુબાજુના લોકો અને સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક તંત્ર પણ વરનોડા ગામમાં પહોંચ્યું હતું.
આ અંગેની વિગત એવી છે કે, ડીસા પંથકમાં ભારે વરસાદના પગલે અનેક ગામમાં ખેતરો અને તળાવો ઓવરફ્લો થઇ ગયા છે.

જે અંતર્ગત ડીસા તાલુકાના વરનોડા ગામમાં પણ તળાવ પાણીથી છલોછલ ભરાઇ ગયું છે. તે દરમિયાન ગામમાં રહેતાં સતરસિંહ ઠાકોર (ઉં.વ.આ. 50) તળાવમાં તરવા જતાં પગ લપસી ગયો હતો અને ડૂબવા લાગ્યા હતા.

 

આ ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને તેમની શોધખોળ હાથ ધરી હતી. સતત 3 કલાકની શોધખોળ બાદ પણ ન મળી આવતાં લોકોએ ફાયર-ફાઇટર વિભાગને જાણ કરતાં
એન.ડી.આર.એફ. ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને એન.ડી.આર.એફ.ની ટીમ પણ આધેડની શોધખોળ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!