ડીસામાં નગરપાલિકાના કોન્ટ્રાક્ટરના બેદરકારીથી ખુલ્લી મુકવામાં આવેલ વાલ્વ ચેમ્બરમાં જીપ ખાબકી : મોટી જાનહાની ટળી

- Advertisement -
Share

વાલ્વ ચેમ્બરોની કામગીરી હલકી ગુણવત્તાની થતી હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો

 

ડીસામાં નગરપાલિકા દ્વારા 2020/2021 અંતગર્ત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જે પાણીના વાલ્વ ચેમ્બરો બનાવવાની કામગીરી ચાલી રહી છે.

જેનો કોન્ટ્રાક્ટર ડીસાના જાણીતા કોન્ટ્રાક્ટર પરેશભાઇ લીંબુવાળાને આપવામાં આવ્યો છે. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા સરકારના ટેન્ડર નિયમોનું ઉલ્લંઘન કરી વાલ્વ અને ચેમ્બરો પર હલકી ગુણવત્તાના ઢાંકણા

ઢાંકવામાં આવી રહ્યા છે. જેને લઇને જાગૃત નાગરિક દ્વારા નગરપાલિકાના ચીફ ઓફીસરને લેખિતમાં રજૂઆત કરાઇ છે પરંતુ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવી રહેલ વાલ્વ

 

ચેમ્બરોના મટીરીયલની કોઇપણ જાતની તપાસ કરાઇ નથી. ત્યારે બુધવારે વોર્ડ નં. 5 જય ભારત પટેલ સોસાયટીની આગળ ખુલ્લી વાલ્વ ચેમ્બરમાં એક જીપ ખાબકી હતી.

 

જેમાં મોટી જાનહાની ટળી હતી પરંતુ સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકા અને કોન્ટ્રાક્ટર સામે ભારે નારાજગી વ્યક્ત કરાઇ હતી. કોન્ટ્રાક્ટર દ્વારા ખુલ્લી મૂકવામાં આવેલ વાલ્વ ચેમ્બરને લઇને વોર્ડ નં. 5 ના

 

સદસ્ય મધુબેન કેલા દ્વારા ચીફ ઓફીસરને જાણ કરાઇ હતી પરંતુ ચીફ ઓફીસર દ્વારા કોઇ પગલાં ન લેવાતાં ખુલ્લી વાલ્વ ચેમ્બરમાં જીપ ખાબકી હતી.

 

ત્યારે સ્થાનિક લોકો દ્વારા ભારે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ‘ખુલ્લી વાલ્વ ચેમ્બરમાં જીપની જગ્યાએ કોઇ વ્યક્તિ પડી જાય તો શું હાલત થાય.

 

ત્યારે નગરપાલિકાના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરની મીલીભગતથી વાલ્વ ચેમ્બરો બનાવવાની કામગીરીમાં ભષ્ટ્રાચાર થતો હોવાની પણ સ્થાનિક લોકો દ્વારા આશંકા વ્યક્ત કરાઇ હતી.
ત્યારે જાગૃત નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર દ્વારા ડીસા શહેરમાં કોન્ટ્રાક્ટર દ્વારા બનાવેલ વાલ્વ ચેમ્બરોની રૂબરૂમાં મુલાકાત કરી નિરીક્ષણ કરવામાં આવે તો કોન્ટ્રાક્ટરની પોલ ખુલી જાય તેમ છે.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!