પાલનપુર નજીક સટ્ટો રમાડતા શખ્સને પોલીસે ઝડપ્યો

- Advertisement -
Share

 

પાલનપુર બિહારી બાગ નજીક આવેલા સિલ્પ આર્કેડ નીચે પોલીસે મોબાઇલ ફોન ઉપર ક્રિકેટ મેચના સટ્ટાનો ભાવ લેતાં પાલનપુરના દેવપુરાના એક શખ્સને ઝડપી પાડયો હતો.

 

 

જેના મોબાઇલ ફોનની ચકાસણી કરવામાં આવતાં સટ્ટો રમવાનું આઇ.ડી. આપનારા પાલનપુરના શખ્સનું નામ ખુલ્યું હતું. પોલીસે રૂપિયા અને મોબાઇલ મળી કુલ રૂ. 11,900 નો મુદ્દામાલ જપ્ત લઇ વધુ તપાસ હાથ ધરી છે.

 

પોલીસ ટીમે બિહારી બાગ નજીક સિલ્પ આર્કેડ નીચે ઓચિંતો છાપો મારી દેવપુરા ખોડીયાર નગર સોસાયટીમાં રહેતાં ભરતભાઇ દલરામભાઇ માળીને ઝડપી પાડયો હતો.

 

જેના મોબાઇલની ચકાસણી કરતાં તે આઇ.પી.એલ.ની સનરાઇઝ હૈદ્રાબાદ અને રાજસ્થાન રોયલ વચ્ચેની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતો હતો.

 

જેની પાસેથી રોકડ રૂ. 1,900 અને રૂ. 10,000 નો મોબાઇલ જપ્ત કર્યો હતો. જેને આઇ. ડી. પાલનપુરના અજય ઠક્કરે આપ્યું હોઇ પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!