ડીસામાં અધતન સુવિધા સભર બની રહેલ મુક્તિ ધામને એ.પી.એમ.સી. દ્વારા રૂ. 11 લાખનું અનુદાન કર્યું

- Advertisement -
Share

ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઇ દેસાઇના હસ્તે ચેક અર્પણ કરાયો

 

ડીસાના વર્ષો જૂના વાડી રોડ સ્મશાનને મુક્તિ ધામ ચેરીટેબલ ટ્રસ્ટ-ડીસા દ્વારા અધતન સુવિધા સભર બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે ડીસા માર્કેટયાર્ડ દ્વારા મુક્તિ ધામના વિકાસ માટે રૂ. 11,00,000 ના અનુદાનનો ચેક અર્પણ કર્યો હતો.

ડીસાના વાડી રોડ વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે અધતન સુવિધા સભર મુક્તિ ધામ (સ્મશાન ગૃહ) ને વિકસાવવા માટે ડીસાના ધારાસભ્ય શશીકાન્તભાઇ પંડયા અને મુક્તિ ધામ ચેરીટેબલ ટ્રસ્ટ-ડીસા દ્વારા મહા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

 

જે અંતર્ગત મુક્તિ ધામની કામગીરીથી પ્રભાવિત થઇ ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઇ દેસાઇ દ્વારા પણ મુક્તિ ધામ ચેરીટેબલ ટ્રસ્ટ-ડીસાને રૂ. 11,00,000 ના અનુદાનની જાહેરાત કરાઇ હતી.

 

આથી બુધવારે ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઇ દેસાઇના હસ્તે અને સેક્રેટરી એ.એન.જોષી તેમજ ડીરેક્ટર રેવાભાઇ દેસાઇની ઉપસ્થિતિમાં રૂ. 11,00,000 ના અનુદાનનો ચેક ડીસાના ધારાસભ્ય શશીકાન્તભાઇ પંડયાને અર્પણ કર્યો હતો.
આ પ્રસંગે ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રકાશચંદ્ર ભરતીયા, ડૉ. કિશોરભાઇ આસ્નાની, ડૉ. સી.કે.પટેલ, ચંદ્રકાન્તભાઇ મિસ્ત્રી, મહેશભાઇ ટાંક, ડીસા તાલુકા ભાજપ મહામંત્રી બાબરસિંહ વાઘેલા અને વિપુલભાઇ દવે ઉપસ્થિત રહી એ.પી.એમ.સી. ના સેવા કાર્યને બિરદાવી ચેરમેન માવજીભાઇ દેસાઇ અને સંચાલક મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!