પાલનપુરમાં પોલીસે ટ્રેકટરમાંથી દારૂ સાથે એક શખ્સને ઝડપ્યો

- Advertisement -
Share

પોલીસે કુલ રૂ. 2,87,340 નો મુદ્દામાલ જપ્ત કર્યો

 

વિધાનસભા ચૂંટણી પહેલાં બનાસકાંઠા જીલ્લા પાલનપુર લડબી નાળા નજીક એક ટ્રેક્ટર ટ્રોલીમાંથી ઇંટોની આડમાં લઇ જવાતાં મોટી માત્રા દારૂને પાલનપુર પશ્ચિમ પોલીસે ઝડપી પાડી એક શખ્સની અટકાયત કરી
છે. આ અંગે પાલનપુર પશ્ચિમ પોલીસે શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર લડબી નાળા ડીસા હાઇવે પરથી પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે એક ટ્રેક્ટરની ટ્રોલીમાંથી ઇંટોની આડમાં દારૂ જતાં ઝડપી પાડયો છે.
જેમાં પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે લડબી નાળા નજીક ડીસા હાઇવે જતાં રોડ ઉપરથી એક ટ્રેક્ટર ટ્રોલીમાં ઇંટોની આડમાં દારૂ ભરીને જતાં ઝડપી પાડયો છે.
જેમાં કુલ 2,436 જેટલી દારૂની બોટલો જેની કિંમત રૂ. 2,87,340 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જયારે એક શખ્સની અટકાયત કરાઇ હતી. આ અંગે પાલનપુર પશ્ચિમ પોલીસે શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!