ડીસામાં પોલીસે ચોરીના બાઈક સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી

- Advertisement -
Share

પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક તરૂણકુમાર દુગ્ગલ સાહેબ બનાસકાંઠાનાઓની તથા નાયબ પોલીસ અધિક્ષક ડો.કુશાલ.આર.ઓઝા સાહેબ ડીસા વિભાગ ડીસાનાઓએ મિલકત સંબધી ગુના શોધી કાઢવા કરેલ સુચના આધારે જે.વાય.ચૌહાણ પોલીસ ઇન્સ. ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેસનનાઓના સીધા માર્ગદર્શન હેઠળ એન.કે.પટેલ પોલીસ.સબ.ઇન્સ. ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન તથા અ.હેડ.કો.અશોકસિંહ તથા અ.પો.કો.ભુરાભાઇ તથા અ.પો.કો.શૈલેષકુમાર તથા અ.પો.કોન્સ વનરાજજી તથા અ. પો.કોન્સ. હરસેન્ગભાઈ વિગેરે પો.સ્ટાફના માણસો સાથે પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

 

 

દરમ્યાન ડીસા જુના બસસ્ટેન્ડ પાસેથી એક શંકાસ્પદ હીરો કંપનીનું એચ.એફ ડીલક્ષ નંબર પ્લેટ વગરના બાઈક સાથે એક ઇસમ પકડાઇ જતા જેની પુછપરછ કરતા તથા CCTV ફૂટેજ આધારે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતેથી ચોરાયેલ બાઈક હોવાનું જણાતા તથા એન્જિન / ચેસીસ નંબર આધારે બાઈકનો નં.- GJ08AH2451 તથા ચે.નં.-MBLHA11EWD9H42103 તથા એ.નં.-HA11EFD9H43889 સાથે આરોપી સેધાજી જેણાજી જાતે-રાઠોડ(દરબાર) રહે-મુડેથા ભલાણી પાર્ટી વાળાને પકડી ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.-111950162100800/2021 ઇપીકો કલમ-379 મુજબનાં કામે આરોપીને બાઈક સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!