બનાસકાંઠાના રાષ્ટ્રીય કિસાન સંગઠનના આગેવાનોની પોલીસ દ્વારા ઘરપકડ કરવામાં આવી

- Advertisement -
Share

ભારત સરકાર દ્વારા ખેડૂતને લઇ ત્રણ કૃષિ કાયદા પસાર કર્યા તેનો સંપૂર્ણ દેશમાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને સરકાર દ્વારા ખેડૂતો સાથે ચર્ચા કરી યોગ્ય કાર્યવાહી નહિ કરાતા ખેડૂતો છેલ્લા છથી સાત મહિનાથી દિલ્હીના હાઈવે ઉપર લાખો ખેડૂતો બેસીને આંદોલન કરી રહ્યા છે છતાં સરકાર દ્વારા યોગ્ય રસ્તો કાઢી ખેડૂતોની સાથે યોગ્ય ન્યાય કરવામાં ન આવતા આદોલન ચાલું છે.

 

 

આજરોજ તા.26/06/2021ના રોજ સમગ્ર દેશમાં રાજભવનના ઘેરાવનો કાર્યક્રમ સંયુક્ત કિસાન મોરચા દ્વારા દીલ્હીથી આદેશ આપવામાં આવેલ હતો તેથી રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠાના જીલ્લા પ્રમુખ વી.કે.કાગ, જીલ્લા મહામંત્રી ભરતભાઈ કરેણ, જીલ્લા યુવા પ્રમુખ દોલાભાઈ ખાગડા, પ્રદેશ ઉપ પ્રમુખ કાળુભાઇ તરક, નટુભાઇ પટેલ રાષ્ટ્રીય મહામંત્રી ધરતી પુત્ર કિસાન ટ્રસ્ટ, ધાનેરા તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડા, તાલુકા મહામંત્રી નવાભાઈ મુંજી, તાલુકા યુવા પ્રમુખ દિનેશભાઇ ચૌધરી તેમજ અન્ય હોદ્દેદારો ગાંધીનગર જવા રવાના થયા હતા પરંતુ ગુજરાત પોલીસ દ્વારા તેઓની ઘરપકડ કરવામાં આવી.

 

 

ત્યારે વી.કે.કાગએ જણાવ્યું હતું કે, ‘ગુજરાત સરકાર લોકશાહી દેશમાં તાનાશાહી ઢબે કાર્ય કરી રહી છે અને સત્તાના મદમા આવી પોલીસને આગળ કરી શાંતિ પૂર્ણ રીતે આદોલનના કાર્યક્રમ કરવા દેતી નથી અને જનતાનો અવાજ દબાવવાનો પ્રયત્નો કરી રહી છે પરંતુ પોલીસની ઘરપકડથી ડરી જઈ પીછે હઠ કરવાના નથી અને ખેડૂતોનો અવાજ બની સતત ખેડૂતોના પ્રશ્નોને ઉજાગર કરવાનું કામ કરતા રહીશું.’

 

 

લાખણી પોલીસ દ્વારા વહેલી સવારે 6 કલાકે તેમના ઘરેથી ઘરપકડ કરવામાં આવી હતી. પાલનપુર પશ્ચિમ પોલીસ દ્વારા જીલ્લા મહામંત્રી ભરતભાઈ કરેણની તેમના ઘરેથી અટકાયત કરવામાં આવી, ધાનેરા પોલીસ દ્વારા રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા પ્રમુખ વી.કે.કાગ, પ્રદેશ ઉપ પ્રમુખ કાળુભાઇ, ધરતી પૂત્ર કિસાન ટ્રસ્ટના રાષ્ટ્રીય મહામંત્રી નટુભાઇ પટેલ, તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડા, તાલુકા યુવા પ્રમુખ દિનેશભાઇ ચૌધરી વિગેરે ગાંધીનગર જતા રસ્તામાંથી અટકાયત કરવામાં આવી.

 

 

 

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!