હારીજ સમી માર્ગ પર આઈસર-ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર

- Advertisement -
Share

પાટણ જિલ્લાના હાઈવે માર્ગો પર પુરઝડપે અને ગફલતભરી રીતે વાહનો હંકારતા વાહનચાલકો દ્વારા અવાર નવાર નાના-મોટા માર્ગ અકસ્માતના બને છે. જેમાં હારીજ સમી માર્ગ પર આઈસર-ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. તેમાં બન્ને ચાલકોનો આબાદ બચાવ થયો છે. તથા અકસ્માતના પગલે ટેન્કર રોડ પર પલટી ખાઈ જતા માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે.

 

મોડી રાત્રે હારીજ સમી હાઈવે માર્ગ પર સીએનજી પંપ નજીક પસાર થઇ રહેલ ટેન્કર સામેથી આવી રહેલા આઈસર સાથે ધડાકાભેર અથડાતા ટેન્કર રોડ પર પલટી મારી જતાં હાઇવે પરનો એક માર્ગ બ્લોક થઈ ગયો હતો. જેથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે આ અકસ્માતમાં બંને વાહનોના ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો. આ બનાવની પોલીસ તંત્રને જાણ થતા પોલીસે ઘટના સ્થળે આવી પલટી મારી ગયેલા ટેન્કરને દૂર ખસેડવા માટેની કામગીરી હાથ ધરી હાઇવે પરનો ટ્રાફિક ખુલ્લો કરી ઈજાગ્રસ્ત બનેલા વ્યક્તિને સારવાર માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

From –Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!