ડીસાના ઢુંવા ગામે રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે કોવિડ કેરની લીધી મુલાકાત

- Advertisement -
Share

બનાસકાંઠામાં આજે રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે ગ્રામીણ વિસ્તારમાં લોકભાગીદારીથી ચાલી રહેલા કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી અને સ્થાનિક લોકો દ્વારા કોરોના મહામારીમાં થઇ રહેલી દર્દીઓની સેવા જોઈને ગ્રામજનોનો આભાર માન્યો હતો.

 

 

 

 

આ વખતે કોરોના વાયરસે શહેરો ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં પણ તેનો કહેર વરસાવ્યો હતો અને કોઈ ગામ કે શહેર બાકી નહિ હોય કે જ્યાં કોરોનાએ તેનો પંજો ન જમાવ્યો હોય, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ આ વખતે કોરોનાએ ગ્રામીણ વિસ્તારમાં ભરડો લેતા લોકોની હાલત કફોડી બની હતી અને કોરોનાની ચેનને તોડવા માટે ગામડાના લોકો એ પુરી તૈયારીઓ કરી છે,

 

 

 

 

જે અંતર્ગત ડીસા તાલુકાના ઢૂવા ગામમાં પણ સરપંચ, ગ્રામજનો અને જાગૃત યુવાનોની ટીમ સાથે મળી ગામમાં આવેલી શાળામાં કોવિડ કેર સેન્ટર ઉભુ કર્યું હતું. જ્યાં એક સાથે 50 જેટલા દર્દીઓ અત્યારે સારવાર લઇ રહ્યા છે. રાજ્ય સભાના સાંસદ જુગલજી ઠાકોરે આજે ઢુવા ખાતે આવેલ લોકભાગીદારીથી ચાલી રહેલા કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી જ્યાં તેઓએ લોકો દ્વારા દર્દીઓની કરવામાં આવી રહેલી સેવાનું જાત નિરીક્ષણ કર્યું હતું.

 

 

 

 

તેમજ દર્દીઓના હાલચાલ પૂછ્યા હતા સાથે સાથે ગામલોકો દ્વારા કોવિડ કેર સેન્ટરમાં રહેવાની, ઓક્સિઝનની બોટલની સુવિધા તેમજ જમવાની પણ સુવિધા સાથે દર્દીની ખૂબ જ કેર રાખવામાં આવી રહી હોવાનું નિહાળી સાંસદે કોરોના મહામારીમાં વોરિયર્સ બનેલા ગ્રામીણ વિસ્તારના લોકોની સેવાને બિરદાવી હતી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!