આ ટેલિકોમ કંપનીના ગ્રાહકો હવે વોટ્સએપ પર મેસેજ કરીને “રીચાર્જ અને બિલ પેમેન્ટ” કરી શકશે :

- Advertisement -
Share

હમણાં સુધી ગ્રાહકો પાસે Vi App, Paytm અને ડિજિટલ ટ્રાંઝેક્શન પ્લેટફોર્મની સાથે જ ઓફલાઇન રિચાર્જની સુવિધા હતી. પરંતુ વોડાફોન-આઇડિયાની નવી જાહેરાત પછી હવે વપરાશકર્તાઓ પોપ્યૂલર ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપની નવી સર્વિસ વોટ્સએપ પેમેન્ટ દ્વારા રિચાર્જ અને ચૂકવણી કરી શકે છે.કંપનીના જણાવ્યા અનુસાર, આ ડિજિટલ પેમેન્ટ સર્વિસથી તેનું વર્ચુઅલ એજન્ટ VIC કોઈ પણ પેમેન્ટ ગેટવેથી ટ્રાંઝેક્શન કરવામાં સક્ષમ છે. જેમા UPI ટ્રાન્ઝેક્શન પણ સામેલ છે.

જે કસ્ટમર VICનો ઉપયોગ કરશે, તેમને SMSના માધ્યમથી બિલ પેમેન્ટ અને રિચાર્જ કરવા માટે એક લિંક મળશે. ગ્રાહકો ફક્ત 2 ક્લિકમાં કોઈપણ પ્રિપેઇડ પેકથી તેમના ફોનને રિચાર્જ કરી શકશે. કંપનીએ કહ્યું કે, આ પ્લેટફોર્મ પરથી, વપરાશકર્તાઓ ખૂબ જ સરળતાથી અને ઝડપી ડિજિટલ ચુકવણી કરી શકશે. VIC દ્વારા કંપનીની કોઈપણ એસેટનું બીલ પે કરી શકાય છે અને મોબાઇલ રિચાર્જ કરી શકાય છે.

ગયા વર્ષે, વોડાફોન-આઇડિયાએ વોટ્સએપ પર VIC નામનું ચેટબોટની પણ શરૂઆત કરી હતી, જેના પર લોકો તેમની સમસ્યાઓ જણાવી શકે છે અને તેના નિરાકરણ શોધી શકે છે. આ ઉપરાંત, તે ગ્રાહકોને બિલ ચુકવણી, રિચાર્જ પ્લાન, પ્લાન એક્ટીવેશન, કનેક્શન, ડેટા બેલેન્સ અને બિલ રિક્વેસ્ટ સહિત ત્વરિત સેવાઓ પણ પ્રદાન કરે છે. આવી સુવિધા શરૂ કરનાર Vi પ્રથમ ટેલિકમ નેટવર્ક છે.

 

From – Banaskantha Update 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!