રૂ.175 કરોડના હેરોઇનના જથ્થાના મુખ્ય આરોપીને ગુજરાત ATSએ દિલ્હીથી ઝડપ્યો

- Advertisement -
Share

કચ્છનાં દરિયામાંથી ઝડપાયેલા 175 કરોડનાં હેરોઇન કેસમાં ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. આ કેસનો મુખ્ય આરોપી સાહિદ કાસમ સુમરાને દિલ્હીથી ઝડપી પાડ્યો છે. આ સાહિદ દુબઇથી દિલ્હી એરપોર્ટ પર ઉતરતા જ દબોચી લેવામાં આવ્યો છે.

[google_ad]

નોંધનીય છે કે, ગત જાન્યુઆરી મહિનામાં ગુજરાત એ.ટી.એસ અને કોસ્ટ ગાર્ડે મધદરિયે આ ઓપરેશન પાર પાડ્યું હતું. આમાં આ પહેલા 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

[google_ad]

પ્રતીકાત્મક તસ્વીર

આ અંગે મળતી માહિતી પ્રમાણે, 175 કરોડના ડ્રગ્સ કેસનો મુખ્ય આરોપી સાહિદ કાસમ સુમરાને દિલ્હીથી દબોચી લેવામાં આવ્યો છે. આ આરોપીનું મુખ્ય કામ હતું કે, પાકિસ્તાનથી ભારતનાં વિવિધ વિસ્તારોમાં ડ્રગ્સ ગેરકાયદેસર ઘુસાડવું. આ આરોપી મુખ્ય કચ્છનો જ રહેવાસી છે. ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, સાહિદ સુમરા દુબઇથી દિલ્હી આવવાનો છે.

[google_ad]

પ્રતીકાત્મક તસ્વીર

જેથી ગુજરાત એટીએસની એક ટીમે તેને દિલ્હી એરપોર્ટ પરથી પકડી પાડ્યો હતો. સાહિદે પોતાની ઓળખ સામે ન આવે તે માટે તેનો લૂક બદલી નાંખ્યો હતો અને ઝડપાયો ત્યારે પોલીસને પોતે સાહિદ નથી તેની અનેક સમજાવટ પણ કરી હતી. પરંતુ અંતે તેણે પોતાની કસ્ટડી ગુજરાત એ.ટી.એસને આપી દીધી હતી.

[google_ad]

પ્રતીકાત્મક તસ્વીર

નોંધનીય છે કે, ગત જાન્યુઆરીમાં મધરાત્રે એક વાગ્યાના અરસામાં જખૌથી આશરે 440 કિમીના અંતરે ડ્રગ્સ ભરેલી પાકિસ્તાની બોટ ભારતીય જળ સીમામાં ઘુસતા જ ત્રણેય સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સના કેરિયરોને ખબર ન પડે તેવી રીતે સંયુક્ત ઓપરેશન કરીને બોટને ઘેરી લીધી હતી. તેમજ બોટનો કબજો કરીને જખૌ કોસ્ટગાર્ડ માથકે લાવવામાં આવી હતી. ત્યારે બોટમાંથી 5 પાકિસ્તાની શખ્સો ઝડપાયા હતા.

[google_ad]

પ્રતીકાત્મક તસ્વીર

બોટમાં રાખેલા હેરોઈનના એક કિલોગ્રામના એક એવા 35 પેકેટ કબજે કરવામાં આવ્યા હતા. આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 175 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી.

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!