ડીસા સ્ટેટ બેંકના તત્કાલીન ચીફ મેનેજરને બીજી એ.ડી.સેન્સસ કોર્ટે 3 માસની કેદ અને દંડ સજાનો હુકમ ફટકાર્યો

- Advertisement -
Share

બેંક ઓડીટ બાબતે પીડીત સાથે તકરાર કરી અને મારામારી કરતાં કોર્ટ ટ્રાયલમાં સજા

 

ડીસામાં વર્ષ-2015 માં એક ફોજદારી ફરિયાદમાં પીડીત ફરિયાદી સાથે તકરાર કરી, પીડીતને માર મારી અને ધમકી આપનાર તત્કાલીન એસ.બી.આઇ. મેનેજરને કોર્ટે તકસીરવાર ઠરાવી 3 માસની સાદી કેદ અને રૂ. 500 નો દંડ ફટકારતાં ચકચાર મચી ગઇ છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસામાં રહેતાં અને ગાયત્રી મોટર્સના માલિક સુમેરમલ ચેતનલાલ ચૌહાણ ઘણા વર્ષોથી એસ.બી.આઇ. સહીતની બેંકોમાં રીકવરી એજન્સી તરીકે જોડાયેલા હતા.

 

જોકે, વર્ષ-2015 માં આ રીકવરી એજન્સી સંચાલક સાથે ઓડીટ મામલે તત્કાલીન બેંક મેનેજર અજયકુમાર ખેમચંદભાઇ આહીરવાલે ડીસા ત્રણ હનુમાન મંદિર નજીક પીડીત સુમેરમલને રોકી તકરાર કરી હતી.

 

આ તકરારમાં પીડીત સુમેરમલને માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી. જોકે, આ હુમલા બાદ ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ દાખલ થઇ હતી.

 

આ કેસમાં ઇન્વેસ્ટિગેશન બાદ પોલીસે સક્ષમ કોર્ટમાં આરોપી એવા તત્કાલીન બેંક મેનેજર સામે ચાર્જશીટ ફાઇલ કર્યું હતું.

 

આ અંગેની પ્રથમ ડીસાના મહેરબાન ત્રીજા એડીશનલ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ટ્રાયલ ચાલી હતી. જેમાં ટ્રાયલ જ્યુડીશિયલ કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂક્યો હતો.

 

જોકે, ડીસાની ત્રીજી જ્યુડીશિયલ કોર્ટના જજમેન્ટ સામે સરકાર વતી ડીસાની બીજી એ.ડી.સેન્સસ કોર્ટની અપિલ દાખલ કરી હતી.આ અપિલમાં સરકાર વતી પબ્લિક પ્રોસીક્યુટર નિલમબેન જાનીએ ફરિયાદ પક્ષ વતી પોતાની ધારદાર દલીલો કરી હતી.

 

જેમાં અપિલ કોર્ટ એવી ડીસાની બીજી એ.ડી.સેન્સસ કોર્ટના જજ આર.આર.ભટ્ટ દ્વારા પૂરાવા આધારે નિરીક્ષણ કરાયું હતું કે, પ્રોસીક્યુસનના ટ્રાયલ સમયના પૂરાવાઓમાં આઇ.પી.સી. કલમ-323 માં આરોપીને સજા માટે પૂરતા પૂરાવા છે.

 

જેથી કોર્ટે આરોપી એવા તત્કાલીન ડીસાના ફૂવારા સર્કલ એસ.બી.આઇ. શાખાના તત્કાલીન મેનેજર અજયકુમાર ખેમચંદભાઇ આહીરવાલને કસૂરવાર ઠેરવી તેમને 3 માસની સાદી કેદ અને રૂ. 500 નો દંડ ફટકારતી સજા સંભળાવી હતી.
ડીસાની બીજી એ.ડી.સેન્સસ કોર્ટના જજ આર.આર.ભટ્ટ દ્વારા પોતાના જાહેર કરાયેલ ચૂકાદાના પેરા નં. (4) માં સ્પષ્ટ કર્યું હતું કે, આ કામના આરોપીને ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ-360 ની જોગવાઓ મુજબ આ
હુકમ થયેથી 1 વર્ષ સુધી અજમાયશી ધોરણે આરોપીને સુધરવાની તક મળે ત્યાં સુધી પ્રોબેશનનો લાભ આપવામાં આવે છે અને આરોપીને રૂ. 10,000 એટલા સમયના ગાળા સુધીના સધ્ધર જમીન અને જાત મુચરકા વિદ્વાન ટ્રાયલ કોર્ટ સમક્ષ દિન-7 માં રજૂ કરવાના રહેશે તેવું પણ ચૂકાદામાં જણાવ્યું હતું.

 

આ કોર્ટ ચૂકાદા બાબતે પોતાની અંગત પ્રતિક્રીયા આપતાં ફરિયાદી સુમેરમલ ચૌહાણે જણાવ્યું હતું કે,’કોર્ટના આ ચૂકાદાને અમો ન્યાયિક માની વધાવીએ છીએ’

 

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!