બનાસકાંઠા ખનીજ વિભાગનો વધુ એક સપાટો : વહન કરતાં પાંચ ટ્રેક્ટર જપ્ત

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લામાં ખનીજ વિભાગ દ્વારા આજે ઈકબાલગઢ પાસેથી બિનઅધિકૃત રીતે રેતી ભરીને જતા પાંચ ટ્રેક્ટર જપ્ત કરી કુલ રૂપિયા 17 લાખનો મુદ્દામાલ કબજે કરી અમીરગઢ પોલીસ મથકે સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠામાં છેલ્લા ઘણા સમયથી ખનીજ માફિયાઓ દ્વારા પ્રીતિનું બિનઅધિકૃત રીતે ખનન કરવામાં આવી રહ્યું છે તેમજ બનાસકાંઠા જિલ્લામાં ખનીજ વિભાગ દ્વારા બિન અધિકૃત રેતી ભરીને જતા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

ત્યારે આજે ખાણ ખનીજ વિભાગ દ્વારા ઇકબાલગઢ પાસેથી બિન અધિકૃત રેતી ભરીને જતા પાંચ ટ્રેકટરને ઝડપી પાડયા હતા ઈકબાલગઢ પાસેથી રેતી વહન કરતા ખનીજ વિભાગ દ્વારા પાંચ ટ્રેક્ટર કબજે કરી રૂપિયા 17 લાખનો મુદ્દામાલ કબજે લઇ અમીરગઢ પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો તેમજ રૂપિયા 1.55 લાખનો દંડ વસૂલ કરવા કાર્યવાહી હાથ ધરાઇ હતી. બનાસકાંઠા જિલ્લામાં ખનીજ વિભાગ દ્વારા આજે રેતી ભરી પાંચ ટ્રેક્ટર કબજે કરી કાર્યવાહી કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!