BJP નેતાની દાદાગીરી: SIT તપાસ વિષે પ્રશ્ન પૂછતાં પત્રકારને આપી ગાળો, મારવા દોડ્યા

Share

લખીમપુર ખીરી હિંસામાં દીકરા આશિષ સામે હત્યાની કલમથી કેસ નોંધાયા પછી તેના પિતા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ‘ટેની’એ ગુસ્સા પરથી કાબૂ ગુમાવી દીધો છે. અજય મિશ્રા બુધવારે લખીમપુરમાં મધર ચાઈલ્ડ કેર સેન્ટરમાં ઓક્સિજન પ્લાન્ટનું ઉદઘાટન કરવા ગયા હતા. આ દરમિયાન જ્યારે એક ટી.વી. પત્રકારે સવાલ કર્યો ત્યારે અજય મિશ્રાએ તેને ધક્કો મારીને અપશબ્દો કહ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભાજપ હાઈકમાન્ડે અજય મિશ્રાને દિલ્હી મળવા બોલાવ્યા છે.

 

હકીકતમાં રિપોર્ટરે મંત્રીજીને એસ.આઇ.ટી. તપાસ વિશે સવાલ કર્યો હતો. આ વિશે અજય મિશ્રા ગુસ્સે થઈ ગયા હતા. તેમણે રિપોર્ટરને કહ્યું, તારું મગજ ખરાબ થઈ ગયું છે કે શું, જે કામથી આવ્યા છો એ વિશે વાત કરોને. પહેલા તારો ફોન બંધ કર. મંત્રીજી આટલે ના અટક્યા. રિપોર્ટરને ધમકાવ્યો અને પછી ધક્કો પણ માર્યો. રિપોર્ટરે ફરી સવાલ પૂછ્યો તો તેઓ રિપોર્ટરને મારવા પણ દોડ્યા હતા.

 

સંસદમાં બુધવારે લખીમપુર ખીરી હિંસા મામલે ખૂબ હોબાળો થયો હતો. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, એસ.આઇ.ટી. રિપોર્ટ પછી અમે આ મુદ્દે ગૃહમાં ચર્ચા કરવા માગીએ છીએ. અમે કહ્યું હતું કે આ વિશે ગૃહમાં ચર્ચા થવી જોઈએ. પરંતુ ચર્ચાની મંજૂરી મળતી નથી. મંત્રી અજય મિશ્રા ટેનીએ રાજીનામું તો આપવું જ જોઈએ. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સવાલ કર્યો કે પત્રકાર રમણ શુક્લાના મોત વિશે તેમનાં માતા-પિતાના સવાલોના જવાબ આપો.

 

 

મંત્રી ટેનીએ આ પહેલાં મીડીયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, જો તેમનો દીકરો આ કેસમાં દોષિત હશે તો તેઓ પદ પરથી રાજીનામું આપી દેશે. મંગળવારે કોર્ટે પણ એસ.આઇ.ટી.ની એ અરજી સ્વીકારી લીધી છે. જેમાં મંત્રીના દીકરાએ તેના સાથીઓ સાથે મળીને હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

 

 

 

આશિષ મિશ્ર મોનુ, લવકુશ, આશિષ પાંડે, શેખર ભારતી, અંકિત દાસ, લતીફ ઉર્ફે કાલે, શિશુપાલ, નંદન સિંહ બિસ્ટ, સત્યમ ત્રિપાઠી, સુમિત જયસ્વાલ, ધર્મેન્દ્ર બંજારા, રિંકુ રાના અને ઉલ્લાસ ઉર્ફે મોહિત, દરેક સામે હત્યા અને હત્યાનું કાવતરું ઘડવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

 

From – Banaskantha Update


Share