પાલનપુર પોલીસ વાનને મોડી રાત્રે અજાણ્યા કન્ટેનરે મારી ટક્કર, ચાર પોલીસ જવાન ઘાયલ

- Advertisement -
Share

પાલનપુર તાલુકા પોલીસની મોબાઇલ વાન લઈને શનિવારે મોડી રાત્રીના સુમારે ખેમાણા ટોલ પ્લાઝાથી પાલનપુર તરફ આવી રહ્યા હતા તે દરમિયાન હાઇવેની ડાબી સાઇડે કંઇક શંકાસ્પદ જણાતાં અચાનક ગાડી ઉભી રાખી ચેક કરવા ઉતર્યા હતા. જો કે, તે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવેલી ટ્રકે ધડાકાભેર ટક્કર મારતા અક્સમાત સર્જાયો હતો. જયારે ટ્રકનો ચાલક ટ્રક મૂકી નાસી છુટયો હતો. આ અંગે પાલનપુર તાલુકા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

Advt

 

 

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર તાલુકા પોલીસની મોબાઇલ વાન GJ.08.GA.1239 માં ચાલક મહંમદયુનુસ અબ્દુલ કરીમ, એ.એસ.આઇ. રહીમખાન જમાલખાન, અ.હે.કો. મહેશકુમાર બાબુલાલ અને એલ.આર.પો.કો. અક્ષયકુમાર શનિવારની મોડી રાત્રીના સુમારે ખેમાણા ટોલ પ્લાઝાથી પાલનપુર તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન હાઇવેની ડાબી સાઇડે કંઇક શંકાસ્પદ જણાતાં અચાનક ગાડી ઉભી રાખી ચેક કરવા ઉતર્યા હતા.

 

 

 

જો કે, તે દરમિયાન પાછળથી પુરપાટઝડપે આવેલા કન્ટેનર નં. HR.55.AA.3509 ના ચાલક રાજસ્થાનના ઝુંઝનુ જીલ્લાના ઉદેપુરવાટી તાલુકાના ચકજોધપુરાના રોહીતાસભાઇ જાબરમલ માળીએ પોલીસના વાનને પાછળથી ધડાકાભેર ટક્કર મારતા અક્સમાત સર્જાયો હતો. જેથી પોલીસના મોબાઇલ વાનને આગળ ઉભેલા ઝાડ સાથે અથડાતા ભારે નુકશાન થયું હતું જયારે ટ્રકનો ચાલક ટ્રક મૂકી નાસી છુટયો હતો.

 

આ અકસ્માતમાં ચાર પોલીસ કર્મીઓને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે પાલનપુર તાલુકા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!