થરાદ હાઇવે પર કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ફોરલેન હાઇવે પરના ખાડામાં કાર ખાબકી : સદનસીબે મોટી જાનહાની ટળી

- Advertisement -
Share

આજુબાજુના લોકો દોડી આવ્યા : 1 કલાકના રેસ્ક્યુ બાદ કાર બહાર કઢાઇ

 

થરાદમાં સોમવારે મોડી રાત્રે સી.એન.જી. પંપ નજીક વરસાદી પાણી ભરાયેલા ખાડામાં કાર ખાબકતાં અકસ્માત સર્જાયો હતો.
ફોરલેનની કામગીરી ચાલી રહી હોવાથી કોન્ટ્રાક્ટર દ્વારા ખોદાયેલ ખાડામાં કાર ખાબકતાં 1 કલાકના રેસ્ક્યુ બાદ કાર બહાર કઢાઇ હતી. સદનસીબે મોટી જાનહાની ટળી હતી.

આં અંગેની વિગત એવી છે કે, થરાદ-ડીસા હાઇવે પર અત્યારે ફોરલેનનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જે અંતર્ગત કોન્ટ્રાક્ટરે સી.એન.જી. પંપ માટે મોટા ખાડા ખોદયા હતા.

 

આ ખાડામાં વરસાદી પાણી ભરાઇ રહેતાં સોમવારે મોડી રાત્રે એક કાર ખાડામાં ધડાકાભેર ખાબકતાં અકસ્માત સર્જાયો હતો.

 

આ ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને 1 કલાકના રેસ્ક્યુ બાદ કારને બહાર કઢાઇ હતી.

 

કોન્ટ્રાક્ટરે ખાડાની આજુબાજુમાં કોઇ જ પ્રકારના સાઇન બોર્ડ ન મૂકતાં અકસ્માત સર્જાયો હતો. કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે અકસ્માત સર્જાતા તેની સામે કાર્યવાહી કરવા લોકમાંગ ઉઠી રહી છે.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!