સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ દિન-પ્રતિદિન વધતા કોરોના સંક્રમણને લઈ એશિયાના સૌથી મોટુ ઉંઝા માર્કેટ યાર્ડમાં 21- 04-2021 સુધી વરિયાળી તેમજ જીરાનો વેપાર બંદ કરવામાં આવ્યો છે.
જેને લઇ ઇકબાલગઢ માર્કેટ યાર્ડમાં પણ વરિયાળીને છ દિવસ માટે વરિયાળી ખરીદવામાં નહિ તેવું યાર્ડના ચેરમેન દ્વારા જાહેર નામું બહાર પાડવામાં આવ્યું છે.ગુજરાત રાજ્યમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે. કોરોના સંક્રમણને ધ્યાને લઇને ઉંઝા માર્કેટ યાર્ડ 21- 04-2021 સુધી વરિયાળી તેમજ જીરાની હરાજી બંધ રાખવામાં આવી છે.
જેને લઇ અમીરગઢ તાલુકાના ઇકબાલગાઢ માર્કેટ યાર્ડમાં વરિયાળીની ખરીદીને લઇને યાર્ડના ચેરમેન દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે, વરિયાળીને ખરીદી માટે 16-04-2021થી લઇ 21-04-2021 એમ કુલ છ દિવસ સુધી બંધ કરવામાં આવે છે.
ફક્ત વરિયાળી નું કામ કાજ ઇકબાલગઢ માર્ક્ટમાં બંદ રહેશે જેની માર્કેટમાં આવતા ખેડુતોને નોંધ લેવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું
From – banaskantha update