સમગ્ર દેશ કોરોના મહામારીથી ઝઝૂમી રહ્યો છે. લોકોના વેપાર – ધંધા ઠપ થયી ગયા છે કોરોના સંક્રમિત લોકોને હાલની સ્થિતિમાં હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યા. દેશભરમાં કોરોના સંક્રમિત દર્દીઓના સગા સબંધીઓ ઓક્ષીજન અને રેમ્ડેસીવીરના ઈન્જેકસનની શોધમાં ફરી રહ્યા હોવા છતાં પણ લોકોને રેમ્ડેસીવીર ઈન્જેકસન અને ઓક્ષિજન નથી મળી રહ્યા ત્યારે અમુક નરાધમ લોકો આવા કોરોનાના કપરા કાળમાં કાળા બઝારી ચલાવી રહ્યા છે.
બે દિવસ અગાઉ અમદાવાદમાંથી 7 આરોપીઓ નકલી રેમ્ડેસીવીર ઈન્જેકસન સાથે ઝડપાયા હતા. ત્યારે આજે બનાસકાંઠાના ડીસામાંથી કોરોના મહામારીમાં રેડમેસીવીરની અછત વચ્ચે 2 રેમડીસીવર ઇન્જેક્શન સાથે 8 ઈસમો ઝડપાયા. માનવતાને નેવે મૂકી આવી કાળા બઝારી કરતા નરાધમો લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી ઊંચા ભાવે રેમ્ડેસીવીર વેચી રહ્યા છે.
પાલનપુર LCB પોલીસે ડીસાથી 2 રેમડીસીવર ઇન્જેક્શન સાથે 8 ઇસમોને ઝડપ્યા. આ પકડાયેલા આરોપીઓ 30 હજાર રૂપિયામાં કાળા બઝારી કરી વેંચતા હતા ઇન્જેક્શન. અમદાવાદથી 4 ઈસમો વેચવા આવ્યા હતા રેમ્ડેસીવીર ઇન્જેક્શન. LCB પોલીસે બાતમીના આધારે ઇન્જેક્શન વેચવા તેમજ ખરીદવા આવેલા 8 ઈસમોને ઝડપી પર્દાફાશ કર્યો. અમદાવાદના હર્ષ ઠક્કર સહીત અન્ય 7 શખ્સો LCB પોલીસ દ્વારા ઝડપાયા.
From – Banaskantha Update