બનાસકાંઠાના વી.સી.ઇ. કર્મચારીઓ સામૂહીક રાજીનામા આપશે

- Advertisement -
Share

ડીસામાં જીલ્લાના કર્મચારીઓની મનોમંથન બેઠક યોજાઇ

 

ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક (ઓપરેટર) મંડળ દ્વારા ગ્રામ પંચાયત ઇ-ગ્રામ કોમ્પ્યુટર સાહસિક સાથે સમાન કામ સમાન વેતન લઘુતમ વેતનનો ભંગ થતો હોઇ કમિશન પ્રથા બંધ
કરી ફીક્સ વેતનથી નિમણૂંક આપી સરકારી કર્મચારીનો દરજજો આપવાની માંગને લઇ વી.સી.ઇ. કર્મચારીઓ આંદોલનના મૂડમાં છે તેને લઇ માંગણી નહીં સંતોષાય તો રાજીનામાની ચિમકી આપી છે.

બનાસકાંઠા જીલ્લાના વેપારી મથક તરીકે ઓળખાતાં ડીસામાં આવેલી તાલુકા પંચાયત કચેરી સામે આવેલ નવનિર્મિત બાગમાં તાલુકાના તમામ વી.સી.ઇ.કર્મચારીઓ હડતાળ પર ઉતર્યાં છે.

 

જ્યાં સમગ્ર બનાસકાંઠા જીલ્લાના વી.સી.ઇ. કર્મચારીઓની મનોમંથન બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ માંગણીને લઈ ચર્ચા-વિચારણા કરાઇ હતી.

 

જેમાં વી.સી.ઇ. કર્મચારીઓએ જણાવ્યું હતું કે, ‘ઇ-ગ્રામ વી.સી.ઇ.ને એક રૂપિયો પણ પગાર આપવામાં આવતો નથી અને ગુજરાત રાજ્યના 13,000 જેટલાં વી.સી.ઇ.નું શોષણ કરવામાં આવી રહ્યું છે.

 

જેમાં વી.સી.ઇ.ના મૂળભૂત હક્કનું હનન થઇ રહ્યું છે. માંગણીને લઇ અનેક વખત રજૂઆત કરી છે પરંતુ માત્ર આશ્વાસન આપવામાં આવે છે.

 

જેથી તા. 11/05/2022 ના રોજથી તમામ ગ્રામ પંચાયત વી.સી.ઇ. હડતાળ ઉપર ઉતર્યા છે. તેમ છતાં ગુજરાત સરકાર દ્વારા માંગણીઓ બાબતે કોઇ નિર્ણય લીધો નથી.
જેથી રાજ્ય કમિટી અને જીલ્લા પ્રમુખ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તા. 28 મેના રોજ ગુજરાત પ્રવાસ દરમિયાન એક સાથે તમામ વી.સી.ઇ. કર્મચારીઓ સામૂહીક રાજીનામા આપશે તેમ જણાવ્યું હતું.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!