ડીસાના ખેડૂતે કોરોનામાં મહામારી આત્મનિર્ભર બન્યા : ટેકનોલોજીના માધ્યમથી રૂ. 1.75 લાખના ખર્ચે સોલારથી ચાલતું મીની ટ્રેક્ટર બનાવ્યું

- Advertisement -
Share

ડીસાના શિક્ષિત અને યુવા ખેડૂતએ સોલાર અને બેટરીથી ચાલતું આત્મ નિર્ભર મિનિ ટ્રેકટર તૈયાર કરીને ખેડૂતોને એક નવો સંદેશો આપ્યો છે. જળ સંપત્તિ વિકાસ નિગમના પૂર્વ ચેરમેન અને ડીસાના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ ગોરધનજી ગીગાજી માળીના પુત્ર નવિનભાઇ માળી દ્વારા પેટ્રોલ અને ડીઝલની કારમી મોંઘવારી વચ્ચે ઓછા ખર્ચે વધુ આવક કઇ રીતે મેળવી શકાય તે માટે સંશોધન કરીને ખેડૂતોને આત્મનિર્ભર ખેડૂત બનવાનો સંદેશો આપી રહ્યાં છે.

 

 

નવિનભાઇ માળીએ થોડા સમય અગાઉ મિનિ ટ્રેકટર બનાવવાનો વિચાર કર્યો અને ખેતરમાં બેઠા-બેઠા ટ્રેકટરનું આયોજન કરી ટ્રેકટર બનાવવા બોડી વર્કનું કામ કરતા હર્ષદભાઈ પંચાલ પાસે ગયા અને તેમને ટ્રેકટર બનાવવાનું આઈડિયા આપ્યો અને ગણતરીના દિવસોમાં સોલરથી ચાલતું ટ્રેકટર તૈયાર કરી દીધું. સોલારથી ચાલી રહેલું ટ્રેકટર એક ટન જેટલો વજન ખેંચી શકે તેવી સોલાર ક્ષમતા છે.

સોલાર સિસ્ટમથી ચાલતું સોલાર મિનિ ટ્રેક્ટર બનાવવામાં ત્રણ મહિના જેટલો સમય લાગ્યો છે. તેમજ એન્જીન નહી પરંતુ ઇલેક્ટ્રિક ડીવાઇસનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમ ખેડૂત નવિનભાઇ માળીએ જણાવ્યું હતું.

સોલારથી ચાલતું મિનિ ટ્રેકટર રૂપિયા 1.75 લાખમાં તૈયાર થયું છે. ખેડૂતોને મોંઘવારીના સમયમાં ડીઝલ બચે અને નાની બાગાયતી ખેતીમાં ઉપયોગીતા સાથે સાથે પશુપાલન કરતા પશુપાલકોને દૂધ ભરાવવા, ઘાસચારો લાવવામાં સરળતા રહે, પર્યાવરણ બચે છે અને પ્રદુષણ પણ ન થાય એટલે ટ્રેકટર અનેક રીતે ખેડૂતોને ફાયદાકારક રહેશે તેમ ખેડૂત નવિનભાઇ માળીએ જણાવ્યું હતું. વર્ષે એક લાખ જેટલી મજૂરી અને ઇંધણની બચત થશે.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!