હેવાનિયતનો અંત ક્યારે..? : બનાસકાંઠામાં ફરી એક વાર યુવકનું મુંડન કરવાની શરમજનક ઘટના

- Advertisement -
Share

બનાસકાંઠામાં પ્રેમિકાને મળવા ગયેલ યુવકનું મુંડન કરી વિડીઓ વાઈરલ કરવાની ઘૃણાસ્પદ ઘટનાઓનો પાર જ નથી આવતો એવું લાગી રહ્યું છે અને તંત્ર અને પોલીસ પણ આવા હેવાનિયત ભર્યા કૃત્યને રોકવમાં અસક્ષમ સાબિત થઇ રહી છે. બનાસકાંઠાના કોટડા ગામે વધુ એક પ્રેમી યુવકનું મુંડન કરી લોકોએ પોતાની જાતને કાનુન અને કાયદાની ઉપર રાખી તાલીબાની સજા આપી હોવાની ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. જેમાં પ્રેમિકાને મળવા ગયેલો આ પ્રેમી યુવક ગ્રામજનોના હાથે લાગતા તેનું મુંડન કરી વીડિયો બનાવી વાયરલ કર્યો.

 

 

 

લાખણી તાલુકાના કુડા ગામનો યુવક ગત મોડીરાત્રે પ્રેમિકાને મળવા માટે કોટડા ગામે ગયો હતો જે દરમિયાન ગ્રામજનોએ તેને જોઈ જતાં ગ્રામજનોએ પ્રેમી યુવકનું મુંડન કરી દીધું હતું. પ્રેમિકાને મળવા માટે આવેલા આ યુવકને ગ્રામજનોએ પકડી બાદમાં તેને માથે ટકો કરાવી મુંડન કરી તેનો વિડીયો બનાવ્યો હતો અને આ વિડીયો વાયરલ કર્યો હતો.

 

 

 

જો કે આ મામલે હજી સુધી પોલીસ મથકે કોઇ જ ફરિયાદ નોંધાઈ નથી ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં આ પ્રકારની ઘૃણાસ્પદ ઘટનાઓ કોઈ નવી વાત નથી અગાઉ પણ આ જ રીતે પ્રેમિકાના મળવા જતા ગ્રામજનોને હાથે લાગતા ગયેલા યુવકનું મુંડન કરી હોવાના અનેક વીડિયો લોકોએ બનાવી વાયરલ કર્યા હતા. જોકે હજુ સુધી આ મામલે કોઇ જ પોલીસ મથકમાં આવી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. શું પોલીસ આ પ્રકારની શરમજનક ઘટનાઓને રોકવામાં સક્ષમ બનશે? તે તો જોવાનું રહ્યું…

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!