બનાસકાંઠાના કોતરવાડાની કેનાલ પર મહીલા આત્મહત્યા કરવા પહોંચતાં પોલીસે જીવ બચાવ્યો

- Advertisement -
Share

પોલીસે મહીલાના પરિવારજનોને બોલાવીને સમજાવટ કરી

 

બનાસકાંઠા એલ.સી.બી. પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. પોલીસ સ્ટાફ રાત્રે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન કોતરવાડા ગામની કેનાલ પર ઘરેથી કંટાળીને આત્મહત્યા કરવા આવેલી એક મહીલાને સમજાવી તેના ઘરે પરત મોકલી જીવ બચાવ્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા એલ.સી.બી. પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન કોતરવાડા ગામની કેનાલ નજીક રાત્રિના સમયે એક મહીલા જતી હોવાનું જણાતાં એલ.સી.બી. સ્ટાફના

 

પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઇ માવજીભાઇ અને હેડ કોન્સ્ટેબલ ઓખાભાઇ નારણભાઇએ મહીલાને પૂછતાં પોતે કંટાળી આત્મહત્યા કરવા કેનાલમાં પડવા જતાં હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે મહીલાને શાંત
પાડી સમજાવી તેના પરિવારના સભ્યોને બોલાવી ઘરે પરત મોકલી મહીલાનો જીવ બચાવવાની પ્રશંસનીય કામગીરી કરી હતી. પોલીસની આ કામગીરીને સ્થાનિક લોકોએ અને જીલ્લાવાસીઓએ બિરદાવી હતી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!