ડીસામાં લાખોનું ફૂલેકું ફેરવનાર વેપારીના ઘરે અને દુકાને ઉત્તર પોલીસે તપાસનો ધમધમાટ દોર શરૂ કર્યો

Share

બનાસકાંઠા જીલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં કેટલાંક વેપારીઓને વિશ્વાસમાં લઇ લાખો રૂપિયાનું ફૂલેકું ફેરવી વેપારી સંજય સોની નામનો શખ્સ ફરાર થઇ ગયો છે. જે હજુ સુધી પોલીસ પકડથી દૂર છે. ત્યારે હજુ સુધી પોલીસે કોઇ જ કડી મેળવી નથી. આ અંગે ડીસા ઉત્તર પોલીસ મથકમાં અગાઉ પણ ફરિયાદ નોંધાઇ છે.

[google_ad]

ત્યારે ગુરૂવારે ડીસા ઉત્તર પોલીસ દ્વારા ફૂલેકું ફેરવનાર વેપારી સંજય સોનીના ભાઇને અગાઉ થોડા સમય પહેલાં જ ઝડપી પગેરૂ મેળવવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે ગુરૂવારે ફરીથી ડીસા ઉત્તર પોલીસ દ્વારા વેપારી સંજય સોનીના ઘરે અને દુકાન પર પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી.

[google_ad]

જોકે, લાખોનું ફૂલેકું ફેરવનાર શખ્સ હજુ ફરાર છે. હજુ સુધી પોલીસે તેની કોઇ જ કડી મેળવી નથી. ત્યારે હવે ફરીથી તપાસનો ધમધમાટ દોર શરૂ કરાયો છે. આ અંગે ડીસા ઉત્તર પોલીસ દ્વારા તાત્કાલીક ધોરણે ફરાર શખ્સને ઝડપી પાડે તેવી લોકોની ઉગ્ર માંગ છે.

 

 

From – Banaskantha Update


Share