બનાસકાંઠામાં લમ્પીના કહેરથી વહીવટી તંત્ર સતર્ક સજાગ : જીલ્લામાં 42 ટીમો 84 પશુધન નિરીક્ષકો સાથે દોડતી થઇ

- Advertisement -
Share

જીલ્લામાં 9 તાલુકાઓ લમ્પી વાઇરસ અસરગ્રસ્ત જે ગામમાં એક પણ કેસ ન નોંધાયો હોય તેવા તંદુરસ્ત પશુઓને રસી અપાવવા પશુપાલન વિભાગની અપિલ

 

પશુઓમાં આવેલ લમ્પી વાઇરસથી પશુપાલકોમાં ભયનો માહોલ ફેલાયો છે. પરંતુ આ વાઇરસથી બિલકુલ ડરવાની કે ગભરાવવાની જરૂર નથી.
બનાસકાંઠા જીલ્લામાં હાલ 9 તાલુકાઓમાં આ વાઇરસની અસર પશુઓમાં જોવા મળી રહી છે. ત્યારે આ વાઇરસને ફેલાતો અટકાવવા બનાસકાંઠા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સમયસર કામગીરી હાથ ધરીને વ્યાપક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.

લમ્પી વાઇરસની સારવાર, સર્વે અને અવેરનેસ માટે જીલ્લામાં 42 ટીમોમાં 84 પશુધન નિરીક્ષકો અને વેટરનરી તબીબો ખડેપગે સેવા આપી રહ્યા છે.

આ વાઇરસના જીલ્લામાં હાલ સરેરાશ રોજના 215 જેટલાં નવા કેસો નોંધાઇ રહ્યા છે. 15 ટકા જેટલો રીકવરી રેટ છે અને મૃત્યુનું પ્રમાણ માત્ર 1 થી 2 ટકા છે.

સઘન સર્વે સાથે તંદુરસ્ત પશુઓમાં રસીકરણ પણ ચાલી રહ્યું છે. ગઇકાલ તા. 25 જુલાઇ સુધીમાં જીલ્લામાં 2,100 ડોઝ રસીકરણ થયું છે.

 

જે ગામમાં અત્યાર સુધીમાં આ વાઇરસનો એકપણ કેસ ન નોંધાયો હોય તેવા તંદુરસ્ત પશુઓને રસી આપવાનું કામ ચાલુ છે.

 

તંદુરસ્ત પશુઓમાં આ રોગનો પગ પેસારો ન થાય તે માટે રસી અપાવવા પશુપાલન વિભાગ દ્વારા પશુપાલકોને અપિલ કરાઇ છે.

 

આ અંગે મદદનીશ પશુપાલન નિયામક ડો. જે. પી. મજેઠીયાએ જણાવ્યું હતું કે, ‘લમ્પી વાઇરસ બનાસકાંઠા જીલ્લામાં ફક્ત ગાયોમાં જ જોવા મળ્યો છે.

 

ભેંસ, ઘેંટા, બકરા કે અન્ય પ્રાણીઓમાં હજુ સુધી આ રોગ જોવા મળ્યો નથી. તેમણે પશુપાલકોને અપિલ કરી છે કે, જો તમારૂ પશુ લમ્પી વાઇરસથી અસરગ્રસ્ત હોય તો તે પશુને સત્વેર સારવાર અપાવવી, બીજા પશુથી અલગ રાખવા અને ચરવા ન છોડવા વિનંતી છે.

 

જેથી અન્ય પશુમાં પ્રસરતાં ચેપને અટકાવી શકાય. પશુઓમાં આ રોગના ચિહ્નો દેખાય તો ટોલ ફ્રી 1962 હેલ્પલાઇન નંબર પર અથવા નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરવા પશુપાલકોને અનુરોધ કર્યો છે.
ગાય અને ભેંસ વર્ગના પશુઓમાં ગાંઠદાર ત્વચા રોગ લમ્પી સ્કીન ડીસીઝ જોવા મળે છે. વાઇરસથી થતો આ રોગ મચ્છર, માખી, જૂ અને ઇતરડી વગેરે દ્વારા તથા સીધો સંપર્ક, દૂષિત ખોરાક અને પાણીથી ફેલાય છે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!