બનાસકાંઠામાં માંની મમતાને શર્મનાક કરે એવી ઘટના સામે આવી : તાજી જન્મેલી બાળકીને માંએ તરછોડી

- Advertisement -
Share

ધાનેરાના જીવાણાગામે ગઇકાલે સાંજે અજાણ્યા લોકો તાજી જન્મેલી બાળકીને કાંટાની વાડમાં તરછોડી છૂમંતર થઈ ગયા હતા. ઘટનાના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા તાત્કાલિક તાજી જન્મેલી બાળકીને ધાનેરા રેફરલ બાદ પાલનપુર ખાતે વધુ સારવાર માટે ખસેડાઇ હતી.

 

બનાસકાંઠા જિલ્લામાં માંની મમતાને શરમનાક કરે તેવી કરતી ઘટના સામે આવી છે આ ઘટનાને લઇને આ માંની મમતા અને સામે લોકો ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે આવેલ જીવાણા ગામ ખાતે ગતરોજ અજાણ્યા લોકો તાજી જન્મેલી બાળકીને કાંટાની વાડમાં તરછોડી ફરાર થઈ ગયા હતા.

 

જે બાદ કાંટાની વાડમાં તરછોડેલી બાળકીની જાણ આજુબાજુના લોકોને થતાં ઘટના સ્થળે લોકો દોડી આવ્યા હતા. તાત્કાલિક 108ની ટીમને જાણ કરતા 108ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. તાજી જન્મેલી બાળકીને સારવાર માટે ધાનેરા રેફલર ખાતે ખસેડવામાં આવી હતી.

 

જે બાદ વધુ સારવાર માટે પાલનપુર ખાતે ખસેડવામાં આવી હતી જે બાદ ધાનેરા પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. જીવાણા ગામમાં કાંટાની વાડમાં તરછોડાયેલી બાળકીને લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે તેમજ આ ઘટનાને લઇને લોકોમાં માની મમતા સામે ફિટકાર વરસાવી રહ્યા છે તેમજ તાજી જન્મેલી બાળકીને ત્યજી દેનાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ધાનેરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!