ડીસા: મધ્યપ્રદેશમાં 5 આદિવાસીઓની હત્યા મામલે ડીસામાં નાયબ કલેકટર કચેરીએ આવેદનપત્ર અપાયું

- Advertisement -
Share

મધ્યપ્રદેશમાં આવેલ નેમાવર ખાતે 5 આદિવાસી લોકોની કરપીણ હત્યા કરવામાં આવી હતી જેને લઇને સમગ્ર ભારતભરમાં આદિવાસી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને હત્યા કરનારને ફાંસીની સજા થાય તેમજ આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે તેવી સમગ્ર આદિવાસી સમાજની માંગ છે તેના ભાગરૂપે આજે ડીસાના એકલવ્ય યુવા સંગઠન દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગણી કરી હતી.

મધ્યપ્રદેશના દેવાસ જીલ્લાના નેમાવર ખાતે આદિવાસીઓની કરપીણ હત્યા કરવામાં આવી હતી અને તમામ 5 લોકોને મારી આઠ ફૂટ જમીનમાં દાટી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્યાંના સ્થાનિક સંગઠનો દ્વારા આ ઘટનાને ઉજાગર કરવામાં આવ્યું હતું. આ હત્યાકાંડને લઈને સમગ્ર ભારતભરમાં આદિવાસી સમાજમાં રોષ જોવા મળ્યો હતો તેમજ સ્થાનિક પ્રશાસન દ્વારા આરોપીઓને છાવરતા હોવાનું પણ સામે આવ્યું હતું.

[google_ad]

જેને લઈને સમગ્ર ભારત ભરમાં આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આદિવાસી સમાજના 5 લોકોની ક્રુરતા પૂર્વક હત્યા કરનાર હત્યારાઓને ફાંસીની સજા થાય તેમજ આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલે તેને લઈને સમગ્ર જિલ્લામાં આદિવાસીઓ દ્વારા રજુઆત કરવામાં આવી રહી છે.

[google_ad]

ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે પણ એકલવ્ય યુવા સંગઠન દ્વારા ડીસા નાયબ કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવી પીડિત પરિવારને ન્યાય મળે તેમજ હત્યારાઓને ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી તેમજ આવી ઘટના અન્ય સમાજમાં ન ઘટે તેવી ઉગ્ર રાજુઆત કરવામાં આવી હતી.

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!