બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી સહકારી બનાસ બેંકના ચેરમેન તરીકે સવસીભાઈ ચૌધરી ચૂંટાયા

- Advertisement -
Share

બનાસકાંઠા જીલ્લાની સૌથી મોટી સહકારી બનાસ બેંકના ચેરમેન પદની ચૂંટણી મંગળવારે પાલનપુર પ્રાંત કચેરી ખાતે યોજાઇ હતી. જેમાં બનાસ બેંકના ચેરમેન તરીકે દાંતીવાડા બેઠક પરથી ચૂંટાયેલા યુવા સહકારી અગ્રણી સવસીભાઈ ચૌધરીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

 

ધી બનાસકાંઠા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. (બનાસ બેંક) પાલનપુરની ખાલી પડેલી ચેરમેન પદની ચૂંટણી મંગળવારે પાલનપુર પ્રાંત કચેરી ખાતે જીલ્લા પુરવઠા અધિકારી અને ચૂંટણી અધિકારી આર.કે.પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં બનાસ બેંકના ચેરમેન પદ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા દાંતીવાડા બેઠક પરથી બનાસ બેંકના ડીરેકટર તરીકે ચૂંટાયેલા અને યુવા સહકારી અગ્રણી સવસીભાઈ સતાભાઈ ચૌધરીના નામનો મેન્ડેટ રજૂ કર્યો હતો.

ચૂંટણી પક્રિયા દરમિયાન ચેરમેન પદ માટે સવસીભાઈ ચૌધરીનું એકમાત્ર ફોર્મ રજુ કરવામાં આવ્યું હતું. જોકે, ચેરમેન પદ માટે અન્ય કોઈ ઉમેદવારી ફોર્મ રજુ ન થતાં ચૂંટણી અધિકારી આર.કે.પટેલએ બનાસ બેંકના ચેરમેન તરીકે સવસીભાઈ ચૌધરીને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં.

આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રભારી સુરેશભાઈ શાહ, જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈ, બનાસ બેંકના પૂર્વ ચેરમેન અણદાભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય વસંતભાઈ ભટોળ, માવજીભાઈ પટેલ સહિત જીલ્લા ભરના સહકારી, રાજકીય આગેવાનો સહિત ભાજપના હોદેદારો, કાર્યકરો અને સહકારી મંડળીઓના ચેરમેન-મંત્રી ઓ સહિત શુભેચ્છકો હાજર રહ્યાં હતાં.

 

ભારતીય જનતા પાર્ટી દ્વારા મારા જેવા સામાન્ય કાર્યકરને બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી બનાસ બેંકના ચેરમેન પદની જવાબદારી સોંપી છે. જેથી ભારતીય જનતા પાર્ટીના વિશ્વાસને હું ટકાવી રાખીશ તેમજ બનાસ બેંક તેમજ ખેડૂતોના હિતમાં સંચાલક મંડળને સાથે રાખી વિકાસ યાત્રાને આગળ ધપાવીશુ તેમ બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન સવસીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!