પાલનપુરમાં એલ.સી.બી. પોલીસે ટ્રેલરમાં સિમેન્ટની આડમાં લઇ જવાતો વિદેશી દારુ સાથે એક શખ્સને ઝડપ્યો

- Advertisement -
Share

બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે દારૂ અને રોકડ મળી કુલ રૂ. 45.96 નો મુદ્દામાલ જપ્ત કર્યો

 

બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે પાલનપુર રેલ્વે બ્રિજ ઉપરથી અમદાવાદ તરફ જતાં ટ્રેલરમાં સિમેન્ટની આડમાં લઇ જવાતો રૂ. 33,68,600 ના દારૂ સાથે એક શખ્સને ઝડપ્યો હતો.

આમ બનાસકાંઠા એલ.સી.બી.એ ટ્રેલર, દારૂ અને રોકડ મળી કુલ રૂ. 45.96 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા એલ.સી.બી. પી.આઇ. ડી.આર.ગઢવી અને પી.એસ.આઇ. આર.જી.દેસાઇના માર્ગદર્શન મુજબ, બનાસકાંઠા એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલિંગમાં હતા.
તે દરમિયાન એક નંબર વગરનું ટ્રેલર રાજસ્થાનમાંથી વાયા ડીસા, પાલનપુર થઇ અમદાવાદ તરફ જનાર હોવાની બાતમી મળી હતી. જેના આધારે ટ્રેલરની તપાસમાં ડીસા-પાલનપુર-અમદાવાદ તરફ જતાં હાઇવે રોડ ઉપર અને હોટલો ઉપર તપાસમાં હતા.

 

તે દરમિયાન પાલનપુરથી અમદાવાદ તરફ જતાં પાલનપુર રેલ્વે બ્રિજ ઉપર આવતાં શંકાસ્પદ ટ્રેલર બ્રિજ ઉપરથી પસાર થઇ અમદાવાદ તરફ જતું હોઇ તેને બ્રિજના અમદાવાદ તરફના છેડે રોકાવી તેના
ચાલક મનોહરરામ ભારમલરામ હીરારામ લોલ (વિશ્નોઇ) (ઉં.વ. આ. 29, રહે. પરાવા, વિશ્નોઇ કી ઢાંણી (મીઠીબેરી), તા.ચીતલવાના, જી.જાલોર-રાજસ્થાન) ની પૂછતાછ કરતાં ટ્રેલરમાં તપાસ કરતાં સિમેન્ટની
થેલીઓની આડમાં વિદેશી દારૂ-બિયરની પેટી નંગ-777 અને છૂટક બિયર ટીન નંગ-164 મળી કુલ બોટલ નંગ-14,240 કિંમત રૂ. 33,68,600 મળી આવ્યો હતો.
જેથી ચાલક મનોહરરામ ભારમલરામ હીરારામ લોલ (વિશ્નોઇ) ની અટકાયત કરી છે. આ અંગે બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!