થરાદના સાંચોર હાઇવે પર સ્વિફ્ટ કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા 6ને ઇજા

- Advertisement -
Share

થરાદ-સાંચોર હાઇવે પર એક સ્વિફ્ટ કારમાં 6 યુવકો સાંચોર તરફ જઇ રહ્યા હતા. જેમને જાણદી ગામના બસસ્ટેશન નજીક સામેથી પુરઝડપે આવેલા ટ્રેલરે ટક્કર મારી હતી. આથી સ્વીફ્ટ કારનો ખુરદો બોલી ગયો હતો. તેમાં બેઠેલ 6 યુવકોને ઓછાવત્તી ઈજા થઇ હતી.

થરાદ 108ના પાયલોટ અરવિંદસિંહ સિસોદિયા અને ઇએમટી અમરાભાઇ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્રણ ઇજાગ્રસ્તોને થરાદની 108 અને ત્રણને ખાનગી વાહનમાં થરાદની સરકારી અને ખાનગી માધવ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવના પગલે બહોળી સંખ્યામાં લોકોના ટોળાં એકઠા થયા હતા. સાંચોર હાઇવે પર ભારતમાલા રોડની કામગીરીના કારણે બંન્ને બાજુ રસ્તો સાંકડો થતા અકસ્માતો વધી રહ્યા છે.

 

ઇજાગ્રસ્તો:
1 – નારણભાઈ પટેલ
2 – હનીભાઈ સતિષભાઈ રાજપૂત
3 – વિહાભાઇ જીવાજી ચાવડા
4 – મહેન્દ્રભાઈ અણદાજી દલિત
5 – ભુપતભાઈ કેશાજી ઠાકોર
6 – દિલીપભાઈ સુજાજી ચાવડા

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!