હવે યૂટ્યુબ વીડિયો કેટલા લોકોએ Dislike કર્યો નહીં જોઈ શકાય, કંપનીએ કર્યો ખુલાસો

- Advertisement -
Share

યૂટ્યુબ કંટેન્ટ ક્રિયેટર્સ માટે Dislike કાઉન્ટ હાઈડ ફીચર્સ પર કામ કરી રહ્યું છે. કંપનીએ જાહેરાત કરી છે કે કંપની ક્રિયેટર્સના ફિડબેક પર આવું કરવા જઈ રહી છે. યૂટ્યુબ ના જણાવ્યા પ્રમાણે ટાર્ગેટેડ ડિસ્લાઈક કેમ્પેનને લઈને ક્રિએટર્સ પાસેથી ફિડબેક લેવામાં આવ્યું છે. કંપની કેટલીક નવી ડિઝાઈન પર ટેસ્ટિંગ કરી રહી છે, જેમા ડિસ્લાઈક કાઉન્ટ નહીં બતાવે.

જોકે Dislike કાઉન્ટ ભલે લોકોન નહીં જોવા મળે, પરંતુ ક્રિયેટર્સ તેને જોઈ શકશે. કંપનીએ કહ્યું છે કે, જો કોઈ આ નાના એક્સપેરિમેન્ટનો ભાગ છે, તો તેને પણ આ નવી ડિઝાઇન જોવા મળશે. કંપનીના જણાવ્યા મુજબ આવું આવતા અઠવાડિયાથી થશે. યૂટ્યુબ એક ઈમેજ શેર કરી છે. તેમા યૂટ્યુબ વીડિયોની નીચે લાઈક,ડિસ્લાઈક, શેર, ડાઉનલોડ અને સેવનું ઓપ્શન જોવા મળી રહ્યું છે. આ ઓપ્શન હજુ પણ છે. જો કે નવા ફેરફારમાં લાઈક કાઉન્ટ જોઇ શકાય છે, Dislike કાઉન્ટ નહીં.

Dislike કાઉન્ટ હાઈડ થવું સારૂ અને ખરાબ બન્ને છે. કારણ કે YouTube પર “કચરો કંટેન્ટ” પણ મોટી માત્રામાં છે. નફરતકારક અને અભદ્ર સામગ્રી પણ ઘણી છે, આવી સ્થિતિમાં Dislike કાઉન્ટ હટાવવું તે તાના માચે સારું રહેશે, પરંતુ અહીંના વપરાશકર્તાઓ માટે તે ખરાબ રહેશે. હકિકતમાં આવનારા થોડા અઠવાડિયામાં મર્યાદિત વપરાશકર્તાઓ સાથે આવું થશે અને બાદમાં કંપની Dislike કાઉન્ટને પબ્લિકલી હટાવી દેશે. ફક્ત કંટેન્ટ ક્રિયેટર્સ તેમની વિડિયો પર Dislike કાઉન્ટ જોઈશકશે.

નોંધનિય છે કે,યૂટ્યુબએ 2019માં Dislikeને લગતી જે સમસ્યાઓ છે તેને લઈને વાત કરવાનું શરૂ કર્યું છે. કેટલાક વિકલ્પોની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં Dislikeને દૂર કરવાનો પણ એક વિકલ્પ હતો. જો કે આવું થયું નથી. Dislike કાઉન્ટ હાઈડ થવાથી કંટેન્ટ ક્રિયેટર્સ ખૂબ અસર પડશે. કારણ કે ઘણી વખત Dislike અભિયાનના કારણે સારા વીડિયોની પણ અવગણના કરવામાં આવતી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!