ટેટોડા ગૌશાળામાં મફાભાઈ માળી 20 વર્ષથી કરી રહ્યા છે બીમાર ગાયોની નિસ્વાર્થ સેવા

- Advertisement -
Share

ડીસાના ટેટોડા ગૌશાળા ખાતે છેલ્લા વિસ વર્ષથી એક સુખી અને સંપન્ન પરિવારના આધેડ ગૌમાતાની નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે ઘરનું ભાથું અને ભાડું લઈ ધાનેરાથી નિયમિત ટેટોડાની રાજારામ ગૌશાળામાં અસ્ક્ત અને બીમાર ગાયોની સેવા કરે છે.

આ ગૌભક્તનું નામ છે મફાભાઈ કેસાજી માળી 60 વર્ષીય મફભાઈ છેલ્લા 20 વર્ષથી ગૌશાળાની હોસ્પિટલના વોર્ડમાં રાખવામાં આવેલી બીમાર અસ્ક્ત અને અકસ્માતમાં ઇજા પામેલ ગાયોના વોર્ડની દેખરેખ સાથે સેવા કરે છે. 20 વર્ષથી સેવાનો ભેખ ધારણ કરનાર મફાભાઈએ જણાવ્યું હતું કે હું રોજ સવારે 8 વાગે ગૌશાળામાં આવી જાઉં છું અને મારું ટિફિન પણ સાથે લઈ આવું છું અને દિવસ દરમિયાન બીમાર તેમજ અકસ્માતમાં ઇજા પામેલી 200થી વધુ ગાયોની સતત સેવા કરું છું.

જેમાં દિવસ દરમિયાન આ ગાયોને ફેરવવી તેમજ તેમને દવાઓ ઇન્જેક્શન પણ આપું છું એક પશુ ડોકટર જેટલું તેમને દવાઓનું પણ જ્ઞાન હોઈ તેઓ સતત ગાયોની સેવામાં મગ્ન રહે છે અને સાંજે પાંચેક વાગે પરત પોતાના ધાનેરા જાય છે.

આમ તો મફાભાઈ સુખી સંપન્ન પરિવાર ધરાવે છે જેમને ચાર દીકરા છે જેઓ મંડપ ડેકોરેશન સાથે વેપાર ધધામાં સેટલ છે આમ સુખી પરિવારમાંથી આવતા હોવા છતાં માત્ર ગૌસેવાને જીવનમંત્ર બનાવી નિસ્વાર્થ સેવાઓ આપી રહ્યા છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!