કાંકરેજ બલોચપુરામાં એરંડા,વરીયાળીના પાક વચ્ચે ઉગાડેલો 20 કિલો ઉપરાંત ગાંજો ઝડપાયો

- Advertisement -
Share

કાંકરેજના બલોચપુરા ગામેથી પોલીસે સોમવારે રાત્રે ખેતરમા રેડ કરી હતી.અને એરંડા વરીયાળીના પાક વચ્ચે ઉઘાડેલો 20 કીલો ઉપરાંતનો ગાંજાના છોડ ઝડપી પાડી રૂ.1.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.જો કે ખેડુત ફરાર થઇ ગયો હતો.

કાંકરેજના બલોચપુરા ગામે આવેલા પોપોટજી મોઘાજી ઠાકોરના ખેતરમા સોમવારે રાત્રે એસઓજી સહીત સ્થાનિક પોલીસની ટીમે બાતમીને આધારે રેડ કરી હતી.ત્યારે ખેતરમા ઉગેલા એરંડા તેમજ વરીયાળીના પાકમા છુટો છવાયા ગાંજાના છોડ ઉગાડેલા નજરે પડતા પોલીસે ખેતરની તપાસ કરી પાકો વચ્ચે ઉઘાડેલા 20 કીલો 675 ગ્રામ ગાંજો આશરે કિંમત રૂ.1,24,050નો મુદ્દામાલ કબજે કર્યો હતો.જો કે રેડ દરમ્યાન ખેતર માલીક પોપટજી મોઘાજી ઠાકોર ફરાર થઇ જતા પોલીસે મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.જો કે રવિવારે રાત્રે થરાદના ભરડાસર ગામે ખેડુતના ઘરમાથી પોષડોડા તેમજ અફીણ મળ્યા બાદ ફરી સોમવારે ગાંજાની ખેતી કરતો ખેડુત સામે આવતા ચકચાર મચી હતી.

રાધનપુરના મોટી પીપળીથી ગાંજાનો વેપાર કરતાં બે શખ્સો પકડાયા, 14 કિલોના ગાંજાનો જથ્થો જપ્ત

રાધનપુરના મોટી પીપળી ગામે ગાંજાનો વેપાર થતો હોવાની બાતમી મળતા એસઓજીના PSI એચ.એલ જોશીએ ટીમ સાથે રેડ કરી શંકરભાઈ ડુંગરભાઇ આયરના રહેણાંક મકાનમાંથી વેપાર માટે લાવેલો 14.660 કિલો ગાંજાનો જથ્થો રૂ.1.46 લાખનો જપ્ત કર્યો હતો.તેમજ વજન કાંટો અને બાટ મળી કુલ રૂ.1,47,100નો મુદ્દામાલ સાથે શંકરભાઈ ડુંગરભાઇ આયર તેમજ બલાભાઇ બાબુભાઈ રાવળ પકડી કાર્યવાહી કરી હતી. તપાસ રાધનપુર PSI પી બી ઝાલાએ હાથ ધરી હતી.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!