કોરોનાને કારણે જેને સૌથી વધારે મરણતોલ ફટકો પડયો છે તેવા ભારતનાં MSME સેક્ટરને બચાવવા તેમજ તેને ફરી બેઠું કરવા માટે વર્લ્ડ બેન્ક દ્વારા 500 મિલિયન ડોલરના કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી છે. આ કાર્યક્રમ દ્વારા ભારતમાં અસ્તિત્વ ધરાવતા 5,55,000 MSMEની કામગીરીમાં ધરમૂળથી સુધારા કરવામાં આવશે તેને પુનઃ જીવિત કરાશે. આ માટે ૧૫.૫ અબજ ડોલરનું ધિરાણ અને લોન મેળવવામાં આવશે. ભારત સરકાર દ્વારા 3.4 અબજ ડોલરનો MSME કમ્પિટિટિવનેસ – અ પોસ્ટ કોવિડ રેઝિલિયન્સ એન્ડ રિકવરી પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવનાર છે.
સરકારના આ સહાય કાર્યક્રમથી MSMEમાં આર્થક રિકવરીનો તબક્કો શરૂ થશે અને તેની ઉત્પાદકતા અને ફાઈનાન્સિંગ પણ વધશે. પ્રાઈવેટ સેક્ટરમાં મધ્યમ ગાળે ફાઈનાન્સિંગ વધશે. MSME સેક્ટર ભારતનાં ઉદ્યોગ સેક્ટરની કરોડરજ્જુ છે. જેનો ભારતની નોટો માં 30 ટકા અને નિકાસોમાં 40 ટકા હિસ્સો છે. ભારતમાં 58 મિલિયન MSMEમાંથી 40 ટકાથી વધુને ફાઈનાન્સ મેળવવામાં તકલીફ પડે છે. ઇન્ટરનેશનલ બેન્ક ફોર રિકન્સ્ટ્રકશન એન્ડ ડેવલપમેન્ટ ની 500 મિલિયન ડોલરની આ લોન ૫.૫ વર્ષનાં ગ્રેસ પિરિયડ સાથે 18.5 વર્ષે પાકવાની છે. ઉલ્લેખનીય છે કે, ભારતનાં MSME સેક્ટરને બેઠું કરવા વર્લ્ડ બેન્ક દ્વારા 500 મિલિયન ડોલરનો આ બીજો કાર્યક્રમ છે.
From – Banaskantha update