નડીયાદમાં ડેટા એન્ટ્રીના નામે લાલચ આપી 22 હજાર લોકો સાથે 150 કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનારને બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે મુખ્ય સૂત્રધારને ઝડપ્યો

- Advertisement -
Share

કરોડોના કૌભાંડનો માસ્ટર માઇન્ડ રાહુલ વાઘેલા રાજસ્થાન તરફ ભાગવા જતાં પોલીસના હાથે ઝડપાયો : બનાસકાંઠાની એલ.સી.બી. પોલીસે ધાનેરા બોર્ડર પરથી ઝડપી પાડયો : ડેટા એન્ટ્રીના નામે લોભામણી લાલચો આપી કરોડો રૂપિયા ખંખેર્યા

 

નડીયાદમાં તાજેતરમાં ડેટા એન્ટ્રીના નામે કરોડો રૂપિયા લોકો પાસેથી ખંખેર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

22 હજાર કરતાં વધુ લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર માસ્ટર માઇન્ડ રાહુલ વાઘેલાની બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે ગત રાત્રે અટકાયત કરી છે.

ફૂલેકું ફેરવી રાજસ્થાન તરફ ભાગવા જતાં આરોપી પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. જો કે, આ પ્રકરણમાં અન્ય સામેલ લોકો પોલીસના હાથે આવ્યા નથી. બનાસકાંઠા પોલીસે આ આરોપીને નડીયાદ ગ્રામ્ય પોલીસમાં સોંપવા તજવીજ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, નડીયાદ શહેરના ડભાણ રોડ ઉપર આવેલી કલેક્ટર કચેરીથી થોડે જ દૂર માસ્ટર ડીઝીટલ ટેકનોલોજી પ્રાઇવેટ લીમીટેડ નામની એજન્સીની ઓફીસ આવેલી છે.

આ એજન્સીએ લોભામણી લાલચો આપી ડેટા એન્ટ્રીના નામે લોકો પાસેથી નાણાં ખંખેરવાનું કૌભાંડ આચર્યુ છે. અંદાજીત 22 હજાર કરતાં વધુ લોકો પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી છે.
જેમાં નડીયાદ, અમદાવાદ અને વડોદરાના નાગરીકોના નાણાં ફસાયા છે. આશરે રૂ. 150 કરોડ જેટલી માતબર રકમનું ફૂલેકું ફેરવી માસ્ટર માઇન્ડ રાહુલ વાઘેલા ફરાર થઇ ગયો હતો.

 

ગત તા. 21 મે ના રોજ ભોગ બનેલા લોકોએ નડીયાદના ડભાણમાં રોડ ઉપર આવેલા માસ્ટર ડીઝીટલ ટેકનોલોજી પ્રાઇવેટ લીમીટેડ નામની એજન્સીની ઓફીસમાં હંગામો મચાવ્યો હતો.

 

જેના કારણે ત્યાં કામ કરતાં એક કર્મચારીને પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. જેમાં આ સમગ્ર કૌભાંડને અંજામ આપનાર માસ્ટર માઇન્ડ રાહુલ વાઘેલા હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું.
હંગામો થતાં જ નડીયાદ ગ્રામ્ય પોલીસને પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. લોકોના નાણાં ફસાતાં લોકોનો ભારે આક્રોશ ભભૂક્યો હતો.

 

આ બાદ બીજા દિવસે પણ સમગ્ર કૌભાંડને ખુલ્લો પાડવા માટે ભોગ બનનાર લોકોએ નડીયાદમાં જીલ્લા પોલીસ વડાને અને કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી હતી અને ભારે રોષ સાથે જણાવ્યું હતું કે, ‘અમારા ફસાયેલા નાણાં પાછા અપાવો અને આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી કરો તેમ કહ્યું હતું.’

 

આ સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યા બાદ ત્રીજા દિવસે જ મુખ્ય સૂત્રધાર આરોપી રાહુલ વાઘેલાની બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અટકાયત કરી છે.

 

કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી ભૂર્ગભમાં ઉતરેલા રાહુલ વાઘેલા રાજસ્થાન તરફ ભાગવા જતાં ધાનેરા બોર્ડર પરથી પોલીસે અટકાયત કરી છે. આ બાદ જરૂરી કાર્યવાહી કર્યા પછી આરોપીને નડીયાદ ગ્રામ્ય પોલીસમાં સોંપવા તજવીજ હાથ ધરી છે.

 

નડીયાદમાં માસ્ટર ડીઝીટલ ટેકનોલોજી પ્રાઇવેટ લીમીટેડ નામની ફ્રોડ કંપની ચાલતી હતી. જેમાં અંદાજીત 22 હજાર લોકોએ રૂ. 25,000 થી 90,000 ની આઇ.ડી. બનાવી રૂ. 150 કરોડ જેટલી રકમ જમા કરાવી હતી.
જેટલી વધારે રકમ જમા કરાવો તેટલું જ વધારે વળતર મળશે તેવી લોભામણી જાહેરાત કરતાં લોકોએ જોયા જાણ્યા વગર આ કંપનીમાં રોકાણ કરતા હતા.
શરૂઆતમાં સારૂ વળતર આપ્યા બાદ છેલ્લા 3 માસથી લોકોના રૂપિયા આવવાના બંધ થઇ જતાં આખરે લોકોએ હંગામો મચાવ્યો હતો.

 

આ ઘટનાને લઇ કંપનીના સંચાલકો ફરાર થઇ ગયા હતા. જેમાં રોકાણકારોએ તપાસ કરતાં માત્ર 2 વર્ષમાં જ કંપનીના સંચાલકે લોકો સાથે કરોડોની ઠગાઇ કરી ફરાર થઇ ગયો હોવાનું સામે આવ્યુ હતું.

 

જેથી નડીયાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જે અંગે બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક શંકાસ્પદ શખ્સની માહીતી મળી હતી.

 

જેમાં બાતમીને આધારે ડીસા-ધાનેરા હાઇવે રોડ નજીક એક હોટલ પરથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ આ ઠગ કંપનીના માલિક રાહુલ વાઘેલા અને તેની પત્નીને ઝડપી પાડયા હતા.

 

પ્રાથમિક તપાસમાં આ ઠગ ગુજરાતથી રાજસ્થાન તરફ ભાગવાનો પ્લાન હતો. જે અંગે બનાસકાંઠા પોલીસે નડીયાદ પોલીસને પણ આ બાબતની જાણ કરી હતી.

 

આ કંપનીમાં રૂ. 15,000 થી રૂ 1,00,000 સુધી રોકાણકારોએ રોકાણ કર્યું હતું. કંપની દ્વારા આપવામાં આવેલ આઇ.ડી. પર રોકેલા નાણાં મુજબ કામ આપવામાં આવતું હતું.
દાખલા તરીકે રૂ.15,000 ની રોકાણકારને દરરોજ 200 એન્ટ્રી આપી હતી. આમ રોકાણકારો પાસે એન્ટ્રી કરાવી રૂપિયાનું વળતર અપાતું હતું.

 

કંપની દ્વારા રોકાણકર્તાઓએ રોકેલા નાણાં પ્રમાણે તેમને 6 થી 8 ડીજીટનો બારકોર્ડ આપી ડેટા એન્ટ્રી કરવા આપતા હતા.
જેમાં એક એન્ટ્રીના રૂ. 1 મળતો અને ખોટી એન્ટ્રી રૂ. 1 કટ કરતા હતા. આ કામ 11 માસના કોન્ટ્રાક્ટ હેઠળ આપવામાં આવતું હતું. જેથી રોકાણકારો વધુ રોકાણ કરી એન્ટ્રી મેળવતા હતા.

 

રોકાણકારો દ્વારા અન્ય વ્યક્તિને ડેટા એન્ટ્રી કામ આપવામાં આવે તો તેને 10 ટકા કમિશન આપવામાં આવતું હતું.
જેથી રોકાણકારો લલચાઇ વધારેમાં વધારે વ્યક્તિઓ આ ડેટા એન્ટ્રીના કામમાં જોડાઇ તે માટે કમિશન પણ આપવામાં આવતું હતું. જેથી એક વ્યક્તિ અનેક વ્યક્તિ આ કામમાં જોડાવવા જણાવતા હતા.

 

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!