ડીસાના માલગઢના શખ્સને ચેક રીટર્ન કેસમાં 6 માસની સાદી કેદની સજાનો હુકમ ફટકાર્યો

- Advertisement -
Share

ડીસાની ત્રીજી એડીશનલ મેજીસ્ટ્રેટ દ્વારા હુકમ કર્યો : ફરિયાદીને રકમ પરત ન કરે તો વધુ એક માસની કેદની સજાનો હુકમ પણ કર્યો છે

 

ડીસા તાલુકાના માલગઢના શખ્સને ચેક રીટર્ન કેસમાં ત્રીજી એડીશનલ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટની કોર્ટ દ્વારા 6 માસની સાદી કેદનો હુકમ કર્યો છે. જયારે આરોપીએ ફરિયાદીને મૂળ રકમ પરત કરવા અને રકમ પરત ન કરે તો વધુ એક માસની કેદની સજાનો હુકમ પણ કર્યો છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના માલગઢ ગામમાં રહેતાં રાજેશકુમાર સોલંકીના પિતાને વડાવળમાં જમીન વેચવાની હોવાથી તેમણે માલગઢ ગામના અને હાલ ડીસા નેમિનાથ નગરમાં રહેતાં શિવાજી સોલંકી સાથે રૂ. 40,00,000 માં સોદો કર્યો હતો.
જે પૈકી શિવાજીના પિતાએ બાનાના રૂ. 17,00,000 આપ્યા હતા. ત્યારબાદ નિયત સમય મર્યાદામાં બાકીની રકમ આપી દસ્તાવેજ કરવાનો હતો.
પરંતુ રાજેશના પિતાએ દસ્તાવેજ ન કરી આપતાં શિવાજીના પિતાએ બાનાની રકમ રૂ. 17,00,000 પરત માંગતાં તેઓએ પ્રથમ રૂ. 10,00,000 નો અને ત્યારબાદ રૂ. 7,00,000 નો ચેક આપ્યો હતો.

 

રૂ. 7,00,000 નો ચેક તેમણે બેંકમાં નાખતાં ચેક પરત થતાં અવાર-નવાર રકમ પરત માંગવા છતાં રકમ ન આપતાં શિવાજીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જે કેસ ડીસાની ત્રીજી એડીશનલ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ચાલી જતાં ફરિયાદી પક્ષે વકીલ આર.એન. ચૌધરીની દલીલોને ગ્રાહ્ય રાખી ન્યાયાધીશ હર્ષ વિશ્નોઇએ રાજેશકુમાર સુરતાજી
સોલંકીને 6 માસની સાદી કેદની સજાનો આદેશ કર્યો હતો. જયારે રૂ. 7,00,000 વળતર તરીકે 60 દિવસમાં ચૂકવી આપવા અને ન ચૂકવી આપે તો વધુ એક માસની સાદી કેદનો પણ હુકમ કર્યો હતો.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!