એ.સી.બી. ટીમની સફળ ટ્રેપ : ડેપ્યુટી સરપંચ અને હંગામી ક્લાર્ક લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા

- Advertisement -
Share

બાંધકામની મંજૂરી આપવા માટે રૂ. 15,00,000 ની માંગણી કરી હતી : પ્રથમ હપ્તાના ભાગરૂપે રૂ. 3,00,000 સ્વીકારતાં એ.સી.બી. ની ટીમે ઝડપી પાડયા

 

વલસાડ જીલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબામાં એક પરિવારની વડીલોપાર્જીત જમીનમાં રહેણાંક મકાન બાંધવા માટે અને વાણિજ્ય હેતુથી દુકાન બનાવવા માટે પંચાયતમાં પરમિશન માંગી હતી.
ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ અને હંગામી ક્લાર્કે રૂ. 15,00,000 ની લાંચની માંગણી કરી હતી. જે સમાધાન થતાં રૂ. 12,00,000 નક્કી કર્યાં હતા.
લાભાર્થી લાંચ આપવા માંગતો ન હોવાથી તેમણે એ.સી.બી. ની હેલ્પલાઇન ઉપર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. તે કેસ સુરત એ.સી.બી. ની ટીમે હાથ ઉપર લઇને લાંચનું છટકું ગોઠવ્યું હતું.
જેમાં ડેપ્યુટી સરપંચ અને પંચાયતના હંગામી ક્લાર્કને પંચાયત બહાર કારમાં લાંચની રકમનો પ્રથમ હપ્તો સ્વીકારતાં બંને લાંચીયા આરોપીઓને રંગેહાથ ઝડપી પાડયા હતા.

 

આ અંગેની વિગત એવી છે કે, વલસાડ જીલ્લાના સોળસુંબા ગામમાં આવેલી એક જમીન માલિકે તેની જમીનમાં રહેણાંક મકાન અને વાણિજ્ય હેતુ માટે દુકાન બનાવવાની હોવાથી ગ્રામ પંચાયત બાંધકામની
મંજૂરી અને ઠરાવની નકલ માટે અરજી કરી હતી. જે અરજી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચના હાથે લાગતાં અરજદારને બોલાવી તેમની પાસેથી રૂ. 15,00,000 ની લાંચની માંગણી કરી હતી. અરજદાર
લાંચીયા અધિકારી અને ડેપ્યુટી સરપંચને લાંચ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.ની હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરીને લાંચીયા અધિકારી અને ડેપ્યુટી સરપંચ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં
ફરિયાદીની વડીલોપાર્જીત બીનખેતીની જમીન ઉપર રહેણાંક મકાન અને વાણિજય પ્રકારનું બાંધકામ કરવાનું હોય, જેથી સોળસુંબા ગામ પંચાયતમાંથી બાંધકામની મંજૂરી ચિઠ્ઠી/ઠરાવની જરૂરીયાત હોય, જે
બાંધકામની મંજૂરી ચિઠ્ઠી/ઠરાવ આપવાના અવેજ પેટે ગામના ડેપ્યુટી સરપંચે ગામના ડેપ્યુટી સરપંચે ફરિયાદી પાસેથી લાંચ પેટે રૂ. 15,00,000 ની ગેરકાયદેસર રીતે માંગણી કરી હતી અને રકઝકના અંતે રૂ. 12,00,000 આપવાનું નક્કી થયું હતું.

 

ફરિયાદી પાસે હાલ રૂ. 3,00,000 ની વ્યવસ્થા થતાં ફરિયાદીએ ડેપ્યુટી સરપંચ અમિતકુમાર મણીલાલ પટેલને હાલ આટલી સગવડ થઇ હોવાની વાત કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતાં ન
હોય જેથી ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. જે ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતાં સોળસુંબા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ અમિતકુમાર મણીલાલ પટેલ અને
પંચાયતના હંગામી ક્લાર્ક કૃષાંગ હીતેશભાઇ ચંદારાણાને આ લાંચની રકમ ફરિયાદી પાસેથી લેવા મોકલતાં કૃષાંગ હીતેશભાઇ ચંદારાણા એ.સી.બી. ના છટકામાં રૂ. 3,00,000 ની લાંચની રકમ સ્વીકારી
ડેપ્યુટી સરપંચ અમિતકુમાર મણીલાલ પટેલને નાણાં મળી ગયેલ હોવા બાબતની હેતુલક્ષી વાતચીત કરી એકબીજાની મદદગારીથી લાંચ લેતાં રંગેહાથ એ.સી.બી. સુરતની ટીમે ઝડપી પાડયા હતા.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!