પાટણમાં નગરપાલિકાની બેદરકારીથી ગટરની ખુલ્લી કુંડીમાં આખલો ખાબકતાં જીવદયાપ્રેમીઓએ જીવ બચાવ્યો

- Advertisement -
Share

 

 

પાટણ શહેરમાં વિવિધ સ્થળ ઉપર ભૂગર્ભ ગટરની લાઇન ચોક્કપ થાય તો રીપેરીંગ માટે થોડા થોડા અંતરે ઢાંકણાવાળી કુંડીઓ બનાવેલી છે.

 

 

ત્યારે પાટણ-ચાણસ્મા હાઇવે ઉપર નવા ગંજના મુખ્ય દ્વાર નજીક બનાવવામાં આવેલી ભૂગર્ભ ગટરની કુંડી ખુલ્લી પડી રહેતાં ગુરૂવારે સવારે એક આખલો અંદર ખાબક્યો હતો.

 

 

કુંડી સાંકડી અને ઉંડી હોય બહાર ન નીકળી શકતાં ફસાઇ ગયો હતો. ત્યારે સ્થાનિક જીવદયાપ્રેમીઓ એકત્ર થઇ બહાર કાઢવા ક્વાયત હાથ ધરી હતી અને જે.સી.બી. મશીનની મદદથી બહાર કાઢી બચાવવામાં આવ્યો હતો.

 

 

પાટણ શહેરમાં નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન બેદરકારી દાખવીને કુંડીઓમાં ઢાંકણા લગાવવામાં આવતાં શહેરીજનો અને પશુઓના જીવ જોખમમાં મૂકાયા છે. સત્વરે ખુલ્લી ટાંકી ઉપર ઢાંકણા લગાવવામાં આવે તેવી શહેરીજનોની માંગ ઉઠવા પામી છે.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!