ડીસામાં 11 વર્ષથી સંતાનની ઝંખના રાખનાર પરિવારના ઘરે એક સાથે ત્રણ બાળકોની પ્રસૂતિ

- Advertisement -
Share

11 વર્ષથી સંતાન સુખની ઝંખના રાખી રહેલા આ પરિવારના ઘરે એક સાથે એક કે બે નહીં પરંતુ ત્રણ સંતાનો અવતર્યા છે અને આ ત્રણેય સંતાન અત્યારે તંદુરસ્ત છે.

ડીસામાં મેડિકલ સાયન્સના જાણકારોને પણ માથું ખંજવાળતા કરી નાંખે તેવો બનાવ બન્યો છે. ડીસામાં એક મહિલાએ એક સાથે એક કે બે નહીં પરંતુ ત્રણ સંતાનોને જન્મ આપ્યો છે અને આ ત્રણેય સંતાનો સહિત મહિલા પણ તંદુરસ્ત છે.

 

 

આ મહિલાના લગ્ન 11 વર્ષ પહેલા થયા હતા અને 11 વર્ષથી આ મહિલાને સંતાન સુખ પ્રાપ્ત થતું ન હોતું. જેથી મહિલા સહિત તેનો આખો પરિવાર પત્થર એટલા દેવ માનીને સંતાન સુખની પ્રાપ્તિની અપેક્ષા રાખી રહ્યો હતો. ત્યારે આખરે તેમનો આ ઇંતેજાર આજે પૂરો થયો છે.

મહિલાને ગર્ભ રહ્યા બાદ પ્રસૂતિની પીડા ઊપડતાં સારવાર માટે ડીસામાં આવેલી વત્સલ હોસ્પિટલમાં ડો. રાહુલ ચૌહાણના ત્યાં લઈ જવામાં આવી હતી. તે સમયે ડોકટરે આ મહિલાની સમયસર પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લેતા આ મહિલાએ એક સાથે ત્રણ સંતાનોને જન્મ આપ્યો છે.

 

 

જેમાં બે બાળકી છે જ્યારે એક બાળક છે અને મહિલા સહિત આ ત્રણેય સંતાનો અત્યારે તંદુરસ્ત છે. મેડિકલ ક્ષેત્રના તજજ્ઞો જણાવી રહ્યા છે કે જ્યારે ટ્વીન્સ બાળકો હોય છે ત્યારે પણ મહિલા સહિત ગર્ભમાં રહેલા સંતાન માટે જોખમ હોય છે. પરંતુ આ કિસ્સામાં મહિલા એક કે બે નહીં પરંતુ ત્રણ સંતાનોને એક સાથે જન્મ આપ્યો છે અને આ ત્રણેય બાળકો એકદમ તંદુરસ્ત છે જે ખરેખર આશ્ચર્ય પમાડે તેવી ઘટના છે.

 

Advt

 

11-11 વર્ષ સુધી સંતાન સુખની રાહ જોનારા આ ઠાકોર પરિવારમાં પણ એક સાથે ત્રણ સંતાનો અવતર્યા છે. ત્યારે સ્વાભાવિક છે કે આ પરિવારમાં ખુશીનો માહોલ છે. ત્યારે આ ખુશીના પ્રસંગ પર આ પરિવારના સભ્યો પણ ભાવુક થઈ ગયા હતા.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!