પાલનપુરમાં વિદેશી દારૂની બોટલો ભરેલી કાર સાથે 2 શખ્સો ઝડપાયા : કુલ 4 લાખનો મુદ્દામાલ જપ્ત

Share

પોલીસનો સ્ટાફ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે પાલનપુર તરફ એક સ્વીફટ ગાડી નંબર GJ-08-BB-2009માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી કાણોદર તરફ આવનાર છે તેવી બાતમી મળી હતી.

[google_ad]

જે બાતમી હકીકત આધારે એસબીપુરા પાટીયા હાઇવે રોડ ઉપર વોચમાં હતા દરમ્યાન હકિકત વાળી સ્વીફ્ટ કારનો પીછો કરતાં હોટલ સાવન પાસે સ્વીફટ ગાડી પકડી પાડી ગાડીની તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-188/- કિ.રૂ.94,000/-તથા મોબાઇલ નંગ-2 કી.રૂ.20,000/- તથા સ્વીફ્ટ કાર કી.રૂ 3,00,000/- સાથે એમ કુલ કિ.રૂ.414,000/- ના મુદ્દામાલ મળી આવ્યો.

advt

[google_ad]

મુદ્દામાલ સાથે મળી આવતાં ગાડી ચાલક (1) ડુંગરચંદ જોગારામ સોની રહે.ચેનપુરા તા.ગીડા જી.બાડમેર (2) ઈલામદિન રમદાનખાન સિંધી રહે.ભભૂતે કી ઢાણી તા.ચૌટન જી.બાડમેર વાળાઓ વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરી.

 

From – Banaskantha Update


Share