ડીસાના માલગઢમાં પ્લોટ ખાલી કરવા મામલે મહીલાને ધમકી આપતાં ચાર શખ્સો વિરુધ્ધ ફરિયાદ નોધાઇ

Share

ડીસાના માલગઢમાં આવેલી નિશાળવાળી ઢાંણી ખાતેના પ્લોટ ઉપર રહેતી મહીલાને ગામના જ ચારેક શખ્સો દ્વારા પ્લોટ ખાલી કરવા માટે ગાળો બોલી ધમકી આપી હતી. આ મામલે પીડીત મહીલાએ ડીસા તાલુકા પોલીસ મથકે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ડીસાના માલગઢની નિશાળવાળી ઢાંણી ખાતે રહેતાં કૈલાસબેન પ્રકાશજી ઠાકોર ગત સોમવારની સવારે સરકારી દવાખાના નજીક આવેલા પોતાના પ્લોટ ઉપર હતા. તે દરમિયાન ગામનો જ વિક્રમજી વરધાજી સાંખલા ત્યાં આવેલો અને કૈલાસબેનને ‘તું અહીંયા કેમ આવી છે?’ તેમ કહી જેમ તેમ ગાળો બોલવા લાગ્યો હતો.

[google_ad]

advt

જેથી કૈલાશબેન ઠાકોરે ગાળો બોલવાની ના પાડતાં મકાનના દરવાજા તોડી સામાનની પણ તોડફોડ કરી રહ્યાં હતાં. જે દરમિયાન કૈલાશબેનના સગા કનુભાઈ પણ ત્યાં આવેલા અને તેમણે પણ તોડફોડની ના પાડવા છતાં પણ વિક્રમજીએ તોડફોડ ચાલુ રાખેલી અને તે દરમિયાન નજીકમાં રહેતાં અન્ય સુનિલભાઈ મોટાજી ટાંક, હસમુખજી મોટાજી ટાંક અને કલ્પેશજી પનાજી માળી પણ ત્યાં દોડી આવેલા અને આ ચારેય જણા કૈલાશબેનના ઘરનો સામાન તોડ ફોડ કરીને કનુભાઈને ધોકા વડે માર મારવા લાગ્યાં હતા.

[google_ad]

 

આ હુમલાના પગલે ગભરાઈ ગયેલા કૈલાશબેને બૂમો પાડતાં આસપાસના લોકો દોડી આવેલા અને મારમાંથી છોડાવ્યા હતાં પરંતુ જતાં જતાં આ શખ્સોએ કૈલાશબેન અને તેમના સગાને પ્લોટ ખાલી કરવાનું જણાવી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ મામલે કૈલાશબેને ફરિયાદ નોંધાવી હતી.

 

From – Banaskantha Update


Share