દામામાં મોબાઈલ ટાવર પરથી માઇક્રોવેવ ડ્રમ એન્ટીનાની ચોરી કરનાર 3 શખ્સોને ડીસા તાલુકા પોલીસે ઝડપ્યા

Share

ડીસા રૂરલ પોલીસની ટીમે દામા ગામે જીઓ કંપનીના મોબાઇલ ટાવર પરથી માઇક્રોવેવ ડ્રમ (એન્ટીના)ની ચોરી કરનાર ત્રણ શખ્સોને ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ડીસાના નાયબ પોલીસ અધીક્ષક ડૉ.કુશલ ઓઝાના માર્ગદર્શન તળે તથા ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પી.આઇ. એમ.જે.ચૌધરીની રાહબરીમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ ગત તા.17 ઓક્ટોબરના રોજ ડીસા તાલુકાના દામા ગામે જીઓ કંપનીના મોબાઈલ ટાવર પરથી અઢી લાખની કિંમતનું માઇક્રોવેવ એન્ટીનાની ચોરીનો ભેદ ઉકેલવા ડીસા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળી હતી.

[google_ad]

advt

તે દરમિયાન બાતમીના આધારે ચોરી કરનાર ત્રણ આરોપીઓના સકંજામાંથી માઇક્રોવેવ એન્ટીના, પીકઅપ ડાલુ તેમજ ચોરીમાં ઉપયોગમાં લીધેલ સાધનો રસ્સો, પાના, સેફટી બેલ્ટ વિગેરે મળી કુલ રૂ. 4,51,000નો મુદામાલ કબ્જે કરી ચોરીનો વણ શોધાયેલા ગુનો શોધી કાઢી આગળની તપાસ હાથ ધરી છે.

[google_ad]

 

પકડાયેલ આરોપીઓ
(1) અલ્પેશજી ઉદાજી થરેચા (ઠાકોર) (રહે. ચેખલા, તા.કાંકરેજ)
(2) ભરતજી સદાજી ખાખલેજા (ઠાકોર) (રહે.આકોલી, તા.કાંકરેજ)
(3) અનારજી ઉર્ફે અનિલ ચેનાજી ખાખલેજા (ઠાકોર) (રહે.આકોલી, તા.કાંકરેજ)

[google_ad]

 

ભેદ ઉકેલનાર ટીમ
(1) ડીસા રૂરલ પીઆઇ એમ.જે.ચૌધરી
(2) અનાર્મ હેડ કોન્સ્ટેબલ વિષ્ણુભાઇ રાયમલભાઇ
(3) રાજેશકુમાર શંકરલાલ
(4) પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઇ કાશીરામભાઇ
(5) વિજયસિંહ સોમસિંહ
(6) મધુસુદનસિંહ અનોપસિંહ

 

From – Banaskantha Update


Share