રાજસ્થાન અને સરહદી પંથકના પશુપાલકો ગાયોની સાથે ડીસાની હીજરત પર

- Advertisement -
Share

માલધારી સમાજના લોકો તેમના પશુઓ સાથે ડેરો નાખીને બેઠા છે અને ઉનાળાના 4 માસ સુધી આ જ રીતે ડીસા નજીક રહીને પોતાના પશુઓને ચરાવતા રહેશે

 

દર વર્ષે ઉનાળામાં રાજસ્થાન અને ગુજરાતના સરહદી વિસ્તારમાં પાણીની મોટી તંગી સર્જાય છે. આ તંગીમાં લોકોને પીવા માટે પાણી નથી મળતું ત્યારે પશુધનની તો વાત જ શું કરવી તેવામાં શરૂ થાય છે.

ગાયોની હીજરત રાજસ્થાનથી માંડીને સરહદી પંથકના ગામડાના પશુપાલકો તેમના પશુધનને લઇ ડીસા તરફ નીકળી પડે છે.

નથી તો આ કોઇ ગૌશાળાના દ્રશ્યો કે નથી કોઇ પાંજરાપોળના દ્રશ્યો આ દ્રશ્યો છે પોતાના પશુધનને બચાવવા માટે 400 થી 500 કિલોમીટરની પદયાત્રા કરીને આવી રહેલા માલધારીઓના દ્રશ્યો ડીસા
નજીક અત્યારે રાજસ્થાનથી 30,000 કરતાં પણ વધુ ગાયો સાથે માલધારીઓએ ડેરો જમાવ્યો છે. રાજસ્થાનમાં ઉનાળાની શરૂઆત થતાં જ ઘાસચારો અને પાણીની અછત ઉભી થતી હોય છે.

અને તેવામાં આ માલધારી સમાજના લોકો તેમના પશુધનને જીવંત રાખવા માટે દર વર્ષે ઉનાળાની શરૂઆતમાં પોતાના દેશને છોડીને ડીસા પહોંચે છે.

માલધારી સમાજના લોકો દ્વારા હજારોની સંખ્યામાં પોતાના પશુ સાથે ડીસા આવીને અહી શક્કર ટેટી અને તરબૂચની ખેતી કરતાં ખેડૂતોના ખેતરો સુધી પહોંચે છે.

શક્કર ટેટી અને તરબૂચનું વાવેતર સંપન્ન થયા બાદ શક્કર ટેટી અને તરબૂચના વેલાને ખેતરમાથી દૂર કરવા માટે ખેડૂતો આ માલધારીના પશુઓને ખેતરમાં ચરવા માટે મંજૂરી આપતાં હોય છે.

 

જેથી ખેડૂતને ખેતરમાં વેલા સાફ કરવા માટેની મજૂરી બચી જાય છે અને આ ભૂખ્યા અને તરસ્યા પશુઓને ભોજન મળી રહે છે.

 

ડીસામાં અત્યારે 30,000 કરતાં પણ વધુ ગાયો સાથે માલધારી સમાજના લોકો તેમના પશુઓ સાથે ડેરો નાખીને બેઠા છે અને ઉનાળાના 4 માસ સુધી આ જ રીતે ડીસા નજીક રહીને પોતાના પશુઓને ચરાવતા

 

રહેશે અને ચોમાસુ શરૂ થયા બાદ આ પશુપાલકો પોતાના વતન પરત જશે. ડીસા નજીક પોતાના પશુઓને ચરાવવા આવતાં પશુપાલકો જણાવી રહ્યા છે કે, જે રીતે સરકાર દ્વારા ગૌશાળા અને

 

પાંજરાપોળને પશુ સહાય ચૂકવવામાં આવે છે તેવી પશુ સહાય આ પશુઓ માટે પણ જો ચૂકવાય તો તેમના પશુઓને નિભાવવા સરળ બની શકે. ઉનાળાની શરૂઆત સાથે જ પોતાના વતનથી સેંકડો

 

કિલોમીટર દૂર પોતાના પશુઓને બચાવવા માટે આ માલધારી સમાજના લોકો નીકળી પડે છે અને રસ્તા પર જ જ્યાં જગ્યા મળે તે પોતાના ડેરા નાખીને ભૂખ અને તરસ સહન કરીને પોતાના પશુઓનો નિભાવ કરતાં હોય છે.
આ દ્રશ્યો હવે સામાન્ય બનતાં જઇ રહ્યા છે. ત્યારે આગામી સમયમાં જે રીતે બનાસકાંઠા જીલ્લામાં પણ વરસાદ ખેંચાઇ રહ્યો છે તે જોતાં આ પશુપાલકોને આગામી સમયમાં બનાસકાંઠાથી આગળ વધીને વધુ દૂર જવું પડે તો નવાઇ નહીં.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!